ન ATM ન ચેકબુક, આ બેન્કમાં ચાલે છે માત્ર 'ભગવાન રામ'ની મુદ્રા

News18 Gujarati
Updated: January 22, 2019, 7:33 AM IST
ન ATM ન ચેકબુક, આ બેન્કમાં ચાલે છે માત્ર 'ભગવાન રામ'ની મુદ્રા
હવે આ બેન્કમાં વિભિન્ન ઉંમરના લોકો અને ધર્મોના એક લાખથી વધારે ખાતા ધારકો છે.

હવે આ બેન્કમાં વિભિન્ન ઉંમરના લોકો અને ધર્મોના એક લાખથી વધારે ખાતા ધારકો છે.

  • Share this:
કુંભમાં કોઈ પણ એટીએમ કે ચેકબુકવાળી એક અનોખી 'રામ નામ બેન્ક' સેવા આપી રહી છે, જ્યાં માત્ર 'ભગવાન રામ'નામની મુદ્રા જ ચાલે છે, અને વ્યાજ તરીકે આત્મિક શાંતી મળે છે. આ એવી બેન્ક છે, જેમાં આત્મિક શાંતીની શોધ કરી રહેલા લોકો લગભગ એક સદીથી પુસ્તીકાઓમાં ભગવાન રામનું નામ લખી જમા કરાવી રહ્યા છે.

આ અનોખા બેન્કના મેનેજર આશુતોષ વાષ્ણેયના દાદાએ 20મી સદીની શરૂઆતમાં આ સંગઠનની સ્થાપના કરી હતી. આશુતોષ પોતાના દાદાની વિરાસતને આગળ વધારી રહ્યા છે. આશુતોષે કુંભ મેળાના સેક્ટર છમાં પોતાની શિબિર લગાવી છે. તેમણે કહ્યું કે, આ બેન્કની સ્થાપના મારા દાદા ઈસ્વર ચંદ્રએ કરી હતી, જે બિઝનેસમેન હતા. હવે આ બેન્કમાં વિભિન્ન ઉંમરના લોકો અને ધર્મોના એક લાખથી વધારે ખાતા ધારકો છે.

તેમણે મીડિયાને કહ્યું કે, આ બેન્ક સામાજિક સંગઠન રામ નામ સેવા સંસ્થાન હેઠળ ચાલે છે, અને ઓછામાં ઓછા નવ કુંભ મેળામાં તેને સ્થાપિત કરી ચુક્યા છીએ. બેન્કમાં કોઈ મુદ્દીક લેવડ-દેવડ નથી થથી. આના સભ્યો પાસે 30 પૃષ્ઠીય એક પુસ્તીકા હોય છે, જેમાં 108 કોલમમાં પ્રતિદિવસ 108 વખત રામ નામ લખે છે. આ પુસ્તિકા વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ભગવાન રામનું નામ લાલ કલરની શાહીથી લખવામાં આવે છે, કારણ કે, આ રંગ પ્રેમનું પ્રતિક છે. બેન્કની અધ્યક્ષ ગુંજન વાષ્ણેયે કહ્યું કે, ખાતાધારકોના ખાતામાં ભગવાન રામનું દિવ્ય નામ જમા થાય છે. અન્ય બેન્કની જેમ પાસબુક જાહેર કરવામાં આવે છે. આ તમામ સેવા નિશુલ્ક આપવામાં આવે છે. આ બેન્કમાં માત્ર ભગવાન રામના નામની મુદ્રા જ ચાલે છે.
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading