અલ્હાબાદ: મારમારવાથી કોમામાં ગયેલ LLBના વિદ્યાર્થીનું મોત

એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...

એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...

 • Share this:
  અલ્હાબાદના કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં શુક્રવારે રાત્રે એક એક એલએલબીના વિદ્યાર્થી દિલીપ કુમારને નિર્દયતા પૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તે કોમામાં સરી પડ્યો હતું, જેનું રવિવારે હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

  આ મામલામાં ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં વેઈટર મુન્ના સિંહ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ડીજીપીની હેડ ઓફિસે તત્કાલીન અલ્હાબાદ એસએસપીને રીપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો.

  એસએસપી આકાશ કુલ્હરીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, એક અન્ય આરોપી વિજય શંકર છે, જે ગાજીપુરમાં ટીટીઈ છે. આ મામલામાં કતરા પોલીસ ચોકીના ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામા્ં આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયેલ વિદ્યાર્થી સાથે વિવાદ થયા બાદ કેટલાક લુખ્ખા તત્વોએ એલએલબીના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ રેસ્ટોરન્ટના કર્મચારીએ ગંભીર રીતે ઘાયલ થયેલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કોમાં ગયેલ વિદ્યાર્થી દીલિપનું રવિવારે હોસ્પીલમાં મૃત્યું થયું છે.

  યુવકને માર મારવાની જાણકારી બાદ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર લુખ્ખા તત્વોની તપાસ હાથ ધરી છે. મૃત્યું પામેલ વિદ્યાર્થીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શક્સો વિરુદ્ધ કેસ ફાઈલ કરી આરોપીઓની તપાસ હાથ ધરી છે. હાલમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published: