ઝાડફૂંકના નામે અડધી રાત્રે ઘરે બોલાવીને તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

ધૂતારા તાંત્રિકે સારવાર કરાવવાના બહાને મહિલાને રાત્રે બોલાવી, દુષ્કર્મ આચરીને થયો ફરાર

ધૂતારા તાંત્રિકે સારવાર કરાવવાના બહાને મહિલાને રાત્રે બોલાવી, દુષ્કર્મ આચરીને થયો ફરાર

  • Share this:
    મથુરા. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મથુરા (Mathura) જિલ્લા સ્થિર બરસાના (Barsana police station) વિસ્તારના એક ગામમાં એક ‘તાંત્રિક’ (Tantric) દ્વારા વિવાહિતા સાથે કથિત રીતે દુષ્કર્મ (Rape) આચરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા મુજબ તાંત્રિક નરેન્દ્ર પોતાના સહયોગી સંદીપ તોમરની સાથે ગામ આવ્યો હતો અને ગુરુવારે ગામ લોકો પર ઝાડફૂંક કરી હતી. ત્યારબાદ મહિલાને રાત્રે મળવા માટે બોલાવી.

    પોલીસે જણાવ્યું કે આરોપ છે કે તાંત્રિકે સારવાર કરવાને બદલે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. બરસાના પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક અજાબ પાલ સિંહે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધાર પર પોલીસે તાંત્રિકના સહયોગીની ધરપકડ કરી લીધી છે. પરંતુ તાંત્રિક ગામથી ફરાર થવામાં સફળ રહ્યો છે. તેમણે જણાવ્યું કે તાંત્રિકને પકડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો, વૈજ્ઞાનિકોએ શોધમાં કર્યો દાવો, તમારી આંખની કીકીની સાઇઝ જણાવી શકે છે કે તમારી બુદ્ધિમત્તા

    નોંધનીય છે કે, ગત માર્ચ મહિનામાં કંઈક આવા જ પ્રકારન કેસ બસ્તી જિલ્લામાં સામે આવ્યો હતો. ત્યારે ઝાડફૂંક અને ભભૂત લઈને એક કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો હતો. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોના આધારે કેસ દાખલ કરી લીધો હતો. કિશોરીએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની તબિયત 22 માર્ચની રાત્રે અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેની માતા તે રાત્રે તેને સારવાર કરાવવા માટે પડોશના ગામ સેહરિયા નિવાસી તાંત્રિક સિપાહીના ઘરે લઈ ગઈ.

    આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટ



    તાંત્રિકે સારવારના નામે તેણે નશીલો પદાર્થ પીવડાવી દીધો, જેના કારણે તે બેભાન થઈ ગઈ. તકનો લાભ ઉઠાવીને તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું. તેના કારણે પીડિતા લોહીલુહાણ થઈ ગઈ. પીડિતાની ફરિયાદ પર પોલીસે દુષ્કર્મ સહિત પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: