વિધવા મહિલાનો પોલીસકર્મી પર છેતરીને લગ્ન કરવાની સાથે 10 લાખ રૂપિયા પડાવી દેવાનો આરોપ, જાણો કેવી રીતે ખુલી પોલ

વિધવા મહિલાનો પોલીસકર્મી પર છેતરીને લગ્ન કરવાની સાથે 10 લાખ રૂપિયા પડાવી દેવાનો આરોપ, જાણો કેવી રીતે ખુલી પોલ
પોલીસકર્મી પહેલાથી જ પરિણીત હતો.

આરોપી પોલીસકર્મી રમેશ બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો અને તેની પાસેના 10 લાખ રૂપિયા પણ છેતરીને લઈ લીધા

 • Share this:
  મનોજ શર્મા, લખીમપુર ખીરી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખીમપુર ખીરી (Lakhimpur Kheri)માં એક મહિલાએ પોલીસકર્મી (Policeman) પર લગ્નનો ઢોંગ કરી બે વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કરવાની સાથે 10 લાખ રૂપિયા ચાંઉ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, મહિલાએ આ મામલાની ફરિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કરી છે. હાલ આ ઘટનાથી પોલીસ બેડા (Police Department)માં સોપો પડી ગયો છે.

  આ મામલો લખીમપુર ખીરીનો છે, જ્યાં સરિતા વર્મા નામની મહિલાએ પોલીસ અધીક્ષક અને જિલ્લાધિકારીને એક ફરિયાદી પત્ર આપીને પોતાની વ્યથા રજૂ કરી છે. તેણે એલઆરપી ચોકીમાં તૈનાત દીવાન રમેશ યાદવને લઈને કહ્યું કે, તેણે બે વર્ષ પહેલા મને પોતાની વાતોમાં ફોસલાવીને જણાવ્યું કે તેની પત્નીનું મોત થઈ ગયું છે અને મારી સાથે બીજા લગ્ન કરી દીધા. પરંતુ તેની પત્ની હયાત છે.  આ પણ વાંચો, જો તમે પણ લીધી છે LICની પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી શકે છે આપની બચત

  આ ઉપરાંત, આ વાતના પુરાવા રૂપે મહિલાએ લગ્નની તસવીરો પણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે. સરિતાનું કહેવું છે કે બે વર્ષ બાદ પોલીસકર્મીની પહેલી પત્ની લખીમપુર પહોંચી તો પોતાની સાથે છેતરપિંડી થવાની તેને જાણ થઈ. મહિલાનો આરોપ છે કે દીવાન રમેશ યાદવ બે વર્ષ સુધી તેનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો અને તેની પાસેના 10 લાખ રૂપિયા પણ છેતરીને લઈ લીધા.

  આ પણ વાંચો, સ્પા સેન્ટરની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 4 યુવતી અને 8 યુવક રંગેહાથ ઝડપાયા

  હવે કરે છે મહિલા સાથે મારઝૂડ

  સરિતા વર્માએ જણાવ્યું કે, સમગ્ર હકીકત સામે આવ્યા બાદ રમેશ યાદવે બીજા પોલીસ સ્ટેશનમાં પોતાની ટ્રાન્સફર કરાવી દીધી અને તે ત્યાં રૂમ ભાડે લઈને રહેવા લાગ્યો. તે જ્યારે રમેશ પાસે જાય છે તો તેની સાથે મારઝૂડ કરીને ભગાડી મૂકે છે. જ્યારે સરિતાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી તો તે રમેશે તેને જીવથી મારી નાખવાની ધમકી આપી. સરિતાનો આરોપ છે કે તે પોલીસ અધીક્ષક અને જિલ્લાધિકારીને વારંવાર ફરિયાદ કરી ચૂકી છે, પરંતુ તેને ન્યાય નથી મળી રહ્યો.

  આરોપી પોલીસકર્મી હોવાના કારણે કોઈ પણ કાર્યવાહી નથી કરતા. બીજી તરફ પોલીસના અધિકારી આ મામલાની ગંભીર નોંધ લેવાની વાત કરી રહ્યા છે પરંતુ હાલ મીડિયા સામે બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:April 14, 2021, 11:55 am

  ટૉપ ન્યૂઝ