Home /News /national-international /

'વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

'વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

ઈરફાનની પત્ની અને તેના સગરીતો સાથે મોંઘી કાર

uttar pradesh news: ઈરફાન ઉપર ઉત્તર પ્રદેશમાં (uttar pradesh) આગરા, દિલ્હી, પંજાબ, ગોવા, બિહાર સહિત અન્ય રાજ્યોમાં બે ડઝન કરતા પણ વધારે કેસ નોંધાયેલા છે. આ કારને ઈરફાન (wanted thief Irfan) ડ્રાઈવર સાથે ચલાવતો હતો. અને ચોરી કરે છે. મોંઘી કાર (expensive car) હોવાના કારણે કોઈ શક પણ ન કરે.

વધુ જુઓ ...
  ગાઝિયાબાદઃ ચોર શબ્દ (thief) સાંભળીએ ત્યારે આપણા મનમાં એક જ છબી સામે આવે. પરંતુ અહીં અમે એક એવા ચોર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ચોરની વ્યાખ્યા બદલવા માટે મજબૂર થઈ જશો. આ એક સામાન્ય ચોર નથી પરંતુ વૈભવી ચોર છે. ઉત્તર પ્રદેશનો આ ચોર (uttar pradesh thief) મોંઘીદાટ કારમાં (expensive car) ડ્રાઈવર સાથે ફરે છે અને ફ્લાઈટોમાં (flights) બીજા રાજ્યોમાં જઈને મોટી ચોરીને અંજામ આપે છે. એટલું જ નહીં આ ચોરના ઠાઠ એવા છે કે તે જ્યાં પણ ચોરી કરવા જાય ત્યાં ફાઈવ સ્ટાર હોટલમાં (five star hotel) જ રોકાતો હતો. અને એક, બે, ત્રણ કે ચાર નહીં પરંતુ 10 પત્નીઓ (10 wifex) ધરાવે છે જે દેશના અલગ અલગ ભાગમાં રહે છે.

  ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) ગાઝિયાબાદ (gaziabad news) પોલીસે શહેરના સ્ટીલ કારોબાીર કપિલ ગર્ગની પેઢી ઉપર થયેલી એક કરોડ રૂપિયાની ચોરીનો પર્દાફાશ કર્યો હતો. ગેંગનો મુખ્ય આરોપી વિવિધ શહેરોમાં ચોરી કરવા માટે ફ્લાઈટથી જતો હતો. અને ચોરીની રકમથી મોંઘીદાટ જગુઆર કાર ખરીદી હતી. જે પત્નીના નામે છે. પોલીસે મુખ્ય આરોપીની એક પત્ની અને બે બદમાશોની ધરપકડ કરી હતી.

  માનવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપીની 10 પત્નીઓ છે. જે દેશના અલગ અલગ શહેરોમાં રહે છે. જેમની મદદથી તે ચોરીને અંજામ આપતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી એક જગુઆર કાર અને એક સ્કોર્પીઓ કાર જપ્ત કરી હતી.

  આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

  ગાઝિયાબાદના એસપી સિટી પ્રથમ નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, સીતામઢી, બિહાર નિવાસી વિક્રમ શાહ, મોહમ્મદ શોએબ અને મુખ્ય આરોપીની પત્ની ગુલશન પ્રવીણની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઇરફાન અને ઇમરાન ફરાર છે. શોએબ, હરફાનનો ડ્રાઈવર છે. જ્યારે વિક્રમ શાહ પેઢીઓની રેકી કરતો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ શરમનજક ઘટના! પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં સસરાં પુત્રવધૂ સાથે કરતાં શારીરિક અડપલાં

  ઈરફાન ઉપર ઉત્તર પ્રદેશમાં આગરા, દિલ્હી, પંજાબ, ગોવા, બિહાર સહિત અન્ય રાજ્યોમાં બે ડઝન કરતા પણ વધારે કેસ નોંધાયેલા છે. ઈરફાન પાસે મોંઘી જગુઆર કાર છે જે તેની પત્નીના નામ પર છે. આ કારને ઈરફાન ડ્રાઈવર સાથે ચલાવતો હતો. અને ચોરી કરે છે. મોંઘીકાર હોવાના કારણે કોઈ શક પણ ન કરે. એ જ્યાં પણ જતો ત્યા ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

  આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

  આ પણ વાંચોઃ-પરિણીત પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો પ્રેમી, કોઈએ પતિને ફોન કરીને કરી જાણ, રંગે હાથે ઝડપાયા બંને પછી..

  પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંજીવ કુમાર શર્માના જણાવ્યા પ્રમાણે ઈરફાન દેશભરમાં 50થી વધારે મોટી ચોરી કરી ચુક્યો છે. થોડા મહિનાઓ પહેલા રાજનગર સેક્ટર ત્રણની એક પેઢીમાં પણ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તે સફળ ન્હોતો રહ્યો. તેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ગયા હતા. ઈરફાન અનેક પ્રદેશોમાં અનેક ચોરીઓ કરી ચુક્યો છે. 10 પત્નીઓ છે જે અલગ અલગ શહેરોમાં રહે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: ઉત્તર પ્રદેશ સમાચાર

  આગામી સમાચાર