Home /News /national-international /Video: શાળાના વિદ્યાર્થીઓએ મેડમની છેડતી કરતા કહ્યું - ‘જાનેમન I Love You’

Video: શાળાના વિદ્યાર્થીઓએ મેડમની છેડતી કરતા કહ્યું - ‘જાનેમન I Love You’

viral video

Viral Video: ઉત્તર પ્રદેશના મેરઠની એક કોલેજમાં એક મહિલા શિક્ષકને આઈ લવ યુ કહેતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ કહે છે કે, આઈ લવ યુ, ત્યારે અન્ય બાળકો તેના પર જોરથી હસી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
    ઉત્તર પ્રદેશ: મેરઠની ડૉ.રામ મનોહર સ્મારક ઇન્ટર કૉલેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ટીચરને આઈ લવ યૂ બોલતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેથી આ મામલે મહિલા શિક્ષકએ વિદ્યાર્થીઓથી પહેશાન થઈને મેનેજમેન્ટ અને પોલીસમાં ફરિયાદ કરી છે. જો કે અત્યારે આ મામલે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

    વિદ્યાર્થીઓએ શિક્ષિકાને કહ્યું આઈ લવ યુ


    અત્યારે સમય સાથે શિક્ષિણ બદલાઈ રહ્યુ છે. પહેલા બાળકો શિક્ષકોથી ડરતા હતા પરંતુ અત્યારે તે વિદ્યાર્થીઓ જ શિક્ષકને પરેશાન કરતા હોય તેવા વીડિયા વાયરલ થતા હોય છે. ઉલ્લેખનીય છે કે, મેરઠમાં શાળાની છોકરીઓ અને શાળાની કેમ્પસમાં મહિલા શિક્ષકને અપમાનજનક શબ્દોના પ્રયોગ કરી આઈ લવ યુ કહેતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. જો કે પહેલા આ મહિલા શિક્ષક બાળકોને જતા કર્યા હતા કે તેઓ સુધરી જશે પરંતુ તેમની વધતી હરકતોને જોઈને શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    આ પણ વાંચો:  ભારતીય ટીમ માટે અનફિટ જાડેજા પત્નીના પ્રચાર માટે એકદમ ફિટ! 

    વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


    આ ઘટના મેરઠની ડૉ. રામ મનોહર સ્મારક ઇન્ટર કૉલેજની છે. અહીંના વિદ્યાર્થીઓએ ગુરૂ શિષ્યના સંબંધને લજવે તેવી હરકત કરી છે. આ વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓનું એક ગૃપ કૉલેજમાં ભણાવતી શિક્ષિકાને પ્રેમનો ઇઝહાર કરી રહ્યા છે. જો કે આ વિદ્યાર્થીઓ મહિલા શિક્ષકને આઈ લવ યૂ કહેતો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વિના મહિલા શિક્ષક માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ચાલું વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષિકાને આઈ લવ યુ કહી રહ્યા છે અને ક્લાસ હસી રહ્યો છે.


    આ પણ વાંચો: હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ

    આઈટી એકટ અને છેડતીની ફરિયાદ


    મહિલા શિક્ષિકાએ આ મામલે પોલીસ અને મેનેજમેન્ટને ફરિયાદ કરી છે. પોલીસ પર હાલ આ છાત્રો સામે આઈટી એકટ અને છેડતીની ફરિયાદ દાખલ કરી છે. જો કે હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ પોલીસ પોતાની તપાસ કરી રહી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Latest viral video, Viral videos, ​​Uttar Pradesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन