Home /News /national-international /UP Exit Poll Results 2019: 60 બેઠકો સાથે બીજેપી સૌથી આગળ

UP Exit Poll Results 2019: 60 બેઠકો સાથે બીજેપી સૌથી આગળ

અમિત શાહ, અખિલેશ યાદવ, અને અમિત શાહની ફાઇલ તસવીર

Uttar Pradesh (UP) Exit Poll/Opinion Polls Results 2019: News 18- IPSOSના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકોનું અનુમાન

  ન્યૂઝ 18 ગુજરાતી : Uttar Pradesh Lok Sabha Exit Poll Results 2019: લોકસભાની ચૂંટણીમાં દેશમાં સરકાર બનાવનારા મુખ્ય રાજ્યમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. લોકસભાની 80 બેઠકો ધરાવતા આ રાજ્યમાં ગત વખતે ભારતીય જનતા પાર્ટીને 71 બેઠક મળી હતી. News 18- IPSOSના પરિણામોમાં ઉત્તર પ્રદેશમાં 60 -62 બેઠકો જીતે તેવું અનુમાન છે, જ્યારે મહાગઠબંધનને 17-19 બેઠકો મળે તેવું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 02 બેઠકો મળે તેવું અનુમાન છે. ગત વખતે ભારતીય જતના પાર્ટીએ 71 બેઠકો પર ચૂંટણીમાં વિજય મળેવ્યો હતો. આ વખતે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળનું મહાગઠબંધન છે.

  આ ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીએ 37, બહુજન સમાજવાદી પાર્ટીએ 38 અને રાલોદ 3 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. જ્યારે મહાગઠબંધન દ્વારા અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર ઉતારવામાં નહોતા આવ્યા. ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં 78 બેઠક પર ચૂંટણી લડી હતી અને 2 બેઠક સહયોગી પાર્ટી માટે છોડી હતી.

  ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદી વારાણસથી ચૂંટણી લડ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ લખનઉથી, રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હા ગાઝીપુરથી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી, યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીથી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, ભોજપુરી સ્ટાર નિરહુઆ, સપા સંરક્ષક મુલાયમ સિંહ, વગેરે સ્ટાર ઉમેદવારો ચૂંટણી મેદાન હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Lok sabha election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन