Home /News /national-international /UP Road Accident: લગ્નમાંથી પરત આવતી ગાડી થઇ બેકાબુ, ટ્રકમાં ઘુસી જતાં 5નાં મોત

UP Road Accident: લગ્નમાંથી પરત આવતી ગાડી થઇ બેકાબુ, ટ્રકમાં ઘુસી જતાં 5નાં મોત

ટ્રક સાથે ટક્કર બાદ ગાડીનાં ફુરચે ફુરચા ઉડી ગયા

UP Road Accident: કારમાં સવાર તમામ 6 લોકો લગ્નમાં હાજરી આપીને પરત આવી રહ્યાં હતાં. તેઓ તેમનાં ઘરે મુરાદાબાદ પરત ફરી રહ્યાં હતાં. પુલીસે મૃતકોનાં શવને (5 dead in Road Accident) પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે. ઘાયલ ડ્રાઇવરનું ઇલાજ ચાલુ છે. તેને નજીકની જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    ઉત્તર પ્રદેશનાં રામપુરમાં શુક્રવારે મોડી રાતે એક કાર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે મોત થઇ ગયા છે. જાણકારી મજુબ, અહીં એક અનિયંત્રિત કાર ટ્રકમાં જઇ ઘુસી હતી. દુર્ઘટના ગ્રસ્ત કારમાં ડ્રાઇવર સાથે છ લોકો સવાર હતાં. જેમાં 5નાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. આ ઘટનામાં ડ્રાઇવર ગંભીરરૂપે ઘાયલ થયો છે. જેનો ઇલાજ ચાલુ છે.

    આ પણ વાંચો- CM Yogi Interview: News 18 સાથે વાતચીતમાં સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં ભાજપા ફરીથી 300 સીટોનો લક્ષ્યાંક પાર કરશે

    ઘટના રામુપર જનપદનાં ટાંડા થાણે ક્ષેત્રની છે. કારમાં સવાર તમામ 6 લોકો યૂપી- ઉત્તરાખંડ બોર્ડર પર સ્થિત સ્વાર શહેરમાં લગ્ન સમારંભમાં શામેલ થઇ તેમનાં ઘરે મુરાદાબાદ પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન કાર અનિયંત્રિત થઇને ચાલવા લાગી હતી અને ટ્રકમાં ઘુસી ગઇ હતી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમજ મૃતકોનાં શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામામં આવ્યાં છે. ઘાયલ ડ્રાઇવરનું ઇલાજ જિલ્લા હોસ્પિટલમાં ચાલુ છે.



    ટાંડાનાં SDM રાજેશ કુમારનાં જણાવ્યાં મુજબ, ઘટના ટાંડાનાં શીકમપુર વિસ્તારની છે. ઘટનાસ્થળની પાસે એક ચાર રસ્તા છે. આશંકા છે કે, કાર અહીં સ્પીડ બ્રેકર પાસેથી પસાર થયા બાદ તેને નિયંત્રણ ગુમાવ્યું હતું. ઘટનામાં મરનારા લોકોની ઓળખ થઇ ગઇ છે. યુપીનાં જયંતીપુરનાં નિવાસીઓ છે તેઓ. દુર્ધટના ગ્રસ્ત થયેલાં તમામ લોકો ઇકો કારમાં સવાર હતાં. અનિયંત્રિત કારની જે ટ્રક સાથે ટક્કર થઇ હતી તેની ઓળખ પણ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

    આ પણ વાંચો - CM Yogi Adityanath Interview Updates: યૂપીમાં સુરક્ષાના માહોલને માતાઓ-બેટીઓએ હાથો-હાથ લીધો - સીએમ યોગી

    ઉન્નાવ પોલીસ વેન પર ટ્રક પલટી- 3 પોલીસ કર્મીનાં મોત- યૂપીનાં જ ઉન્નાવમાં શુક્રવારે એક ભીષણ રોડ એક્સિડન્ટ થતયો હતો. અહીં રસ્તાનાં કિનારે ઉભેલી PRV વાન પર ટ્રક પલટી ખાઇ ગયો હતો. આ સમયે PRVમાં હાજર તમામ કોન્સ્ટેબલ દબાઇ ગયા હતાં. જેમાં 3નાં મોત થઇ ગયા હતાં. આ ઉપરાંત એકની હાલત ગંબીર છે. મરનારામાં 2 મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ હતાં. આ ઘટના ઉન્નાવનાં સફીપુર કોતવાલીનાં મહદીખેડા પુલિયા પાસે બની હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Road accident, Uttar Pardesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन