Home /News /national-international /દીકરાઓએ પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી, અંતિમ યાત્રામાં મૃત પિતાના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ પીવડાવ્યો

દીકરાઓએ પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી, અંતિમ યાત્રામાં મૃત પિતાના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ પીવડાવ્યો

દીકરાઓએ પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી

હકીકતમાં જોઈએ તો, શહેરના હલ્લૂ સરાયં મોહલ્લામાં રહેતા ગુલાબ સિંહ (65) દારુ પીવાના વ્યસની હતા. તેમની સવાર દારુ પીવાથી થતી હતી અને રાતની ઊંઘ પણ દારુ પીધા બાદ આવતી હતી.

સંભલ: મોટા ભાગે આપે જોયું હશે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે, તો તેના મોંમાં ગંગાજળ નાખવામાં આવે છે. માન્યતા છે કે, ગંગાજળ નાખવાથી યમના દૂત એટલે કે યમદૂત મૃતકના આત્મના હેરાન કરતા નથી, પણ શું તમે ક્યારેય જોયું છે કે, અંતિમ સંસ્કારના પહેલા કોઈ મૃતકના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ નાખવામાં આવે. જી હાં...આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના મોમાં મૃત્યુ બાદ દીકરીઓએ તેમની સૌથી પ્રિય વસ્તુ પીવડાવીને અંતિમ વિદાય આપી હતી. પરિવારનું કહેવું છે કે, ગંગાજળથી તો ખબર નહીં, પણ અંતિમ યાત્રામાં દારુ પીવડાવવાથી તેમના આત્માને જરુર શાંતિ મળશે.

આ પણ વાંચો: PHOTOS: આ ગૌશાળામાં મશીનથી બને છે છાણા, અંતિમ સંસ્કાર માટે ફ્રીમાં લઈ જાય છે લોકો

હકીકતમાં જોઈએ તો, શહેરના હલ્લૂ સરાયં મોહલ્લામાં રહેતા ગુલાબ સિંહ (65) દારુ પીવાના વ્યસની હતા. તેમની સવાર દારુ પીવાથી થતી હતી અને રાતની ઊંઘ પણ દારુ પીધા બાદ આવતી હતી. પરિવારના સભ્યોએ દારુની લત છોડાવવા માટે કંઈ કેટલાય અખતરા કર્યા, ડોક્ટર્સને બતાવ્યું, પણ તેમણે દારુ પીવાનું બંધ કર્યું નહીં, બાદમાં થાકી હારીને પરિવારે તેમને કહેવાનું છોડી દીધું.

આઠ માર્ચે હોળીના દિવસે વધારે પડતો દારુ પી જવાથી ગુલાબ સિંહ બેભાન થઈ ગયા. પરિવારના લોકો તેમને ડોક્ટર પાસે લઈ ગયા. જ્યારે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના લોકો હોસ્પિટલમાંથી તેમની લાશ ઘરે લઈને આવ્યા. અહીં અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલુ કરી. પરિવાર લાશને લઈને ગંગાઘાટ પર આવ્યા. અહીં ચિતામાં આગ લગાવતા પહેલા ગુલાબ સિંહના દીકરાઓએ તેમના મોંમાં ગંગાજળની જગ્યાએ દારુના બે ચાર ટીપા નાખ્યા. એટલું જ નહીં અંતિમ યાત્રામાં પહોંચેલા લોકોએ મૃતકને દારુ પીવડાવી અંતિમ વિદાય આપી હતી.

પિતાએ કહ્યું હતું કે, મર્યા બાદ મારા મોંમાં દારુ નાખજો


ગુલાબ સિંહના દીકરા બંટીએ કહ્યું કે, તેમના પિતા દારુના વ્યસની હતા. તેમની ઈચ્છા હતી કે, અંતિમ સંસ્કાર પહેલા તેમના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ નાખજો. તેમની ઈચ્છાનું અમે લોકો પાલન કરી રહ્યા છીએ. પ્રાચીનકાળથી કહેવત છે કે, અંતિમ સંસ્કાર અને અંતિમ સમયે વ્યક્તિની જો અંતિમ ઈચ્છા પુરી કરવામાં આવે તો તેને સ્વર્ગ મળે છે.
First published:

Tags: Alcohol, Uttar Pradesh‬

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો