કૂતરાઓ માટે રોટલી ન બનાવી તો ભાઈએ બહેનને માથામાં મારી ગોળી, પછી કર્યું સરેન્ડર

ચોંકાવનારો કિસ્સોઃ પાળતૂ કૂતરાઓ માટે રોટલી બનાવવા બાબતે ઝઘડો થતાં ભાઈએ બહેનને બે ગોળીઓ મારી દીધી

ચોંકાવનારો કિસ્સોઃ પાળતૂ કૂતરાઓ માટે રોટલી બનાવવા બાબતે ઝઘડો થતાં ભાઈએ બહેનને બે ગોળીઓ મારી દીધી

 • Share this:
  નિખિલ અગ્રવાલ, મેરઠઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut)માં એક ચોંકાવનારા સામે સામે આવ્યા છે જેમાં એક ભાઈએ પોતાની બહેન (Sister)ની ગોળી મારીને હત્યા (Murder) કરી દીધી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. બીજી તરફ બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ જાતે ફોન કરી તેના વિશે પોલીસને જાણકારી આપી અને આત્મસમર્પણ કરી દીધું. હવે પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે

  મળતી જાણકારી મુજબ, મામલો મેરઠના ગંગાનગર સ્થિત કૈલાશ વાટિકાનો છે. કૈલાશ વાટિકામાં રહેનારો આશીષ કન્ટ્રોંક્શનની સાથોસાથ પ્રોપર્ટી ડીલરનું પણ કામ કરે છે. આશીષ કૂતરા પણ પાળી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આશીષે પોતાની બહેન પારૂલને કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે કહ્યું હતું જેનો તેણે ઈન્કાર કરી દીધો હતો. આ વાત પર ભાઈ અને બહેનની વચ્ચે ઝઘડો થયો હતો.

  આ પણ વાંચો, પોલીસ કોન્સ્ટેબલની બપોરે થઈ સગાઈ અને રાત્રે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત

  બહેનને પહેલા માથામાં અને પછી છાતીમાં ગોળી મારી

  આરોપ છે કે, આ ઝઘડાના કારણે આશીષે પિસ્તોલથી બહેન પારૂલને પહેલા માથા અને પછી છાતીમાં ગોળી મારી દીધી. તેનાથી પારૂલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ગોળીનો અવાજ સાંભળીને પારૂલની માતા તથા આસપાસના લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પારૂલની લાશ જમીન પર પડી હતી. આશીષે જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી.

  આ પણ વાંચો, જુગારમાં પત્નીને હાર્યો તો જુગારીઓએ કર્યો ગેંગરેપ, પીડિતાએ વિરોધ કરતાં પતિનો એસિડ અટેક

  બીજી તરફ, ઘટનાની વિશે માહિતી મળતાં જ ગંગાનગર પોલીસ અને ભાવનપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને આશીષની ધરપકડ કરી લીધી. એસપી કેશવ કુમારે જણાવ્યું કે પારૂલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પૂછપરછમાં આરોપી ભાઈ આશીષે જણાવ્યું છે કે કૂતરાઓ માટે ખાવાનું નહીં બનાવવા પર તેની બહેન પારૂલની હત્યા કરી દીધી. બીજા મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: