Lakhimpur Violence: મંત્રી અજય મિશ્રાના ઘરે પોલીસે લગાવી નોટિસ, પુત્ર આશિષને કર્યો તલબ

નોટિસ પ્રમાણે આશિષ મિશ્રાને 8 ઓક્ટોબરે પોલીસ સમક્ષ હાજર થવાનું છે

Lakhimpur Kheri Updates- આશિષ મિશ્રાની ધરપકડ માટે પોલીસે ઘણી ટીમો બનાવી છે અને તે સંભવિત વિસ્તારોમાં તપાસ કરશે

  • Share this:
    લખનઉ : લખીમપુર મામલામાં (Lakhimpur Violence)હવે ઉત્તર પ્રદેશ પોલીસે કડક વલણ અપનાવતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના ઘરે નોટિસ લગાવી છે. નોટિસ લગાવીને પોલીસે અજય મિશ્રાના (Ajay Mishra)પુત્ર આશિષ મિશ્રાને (Ashish Mishra)તલબ કર્યો છે. નોટિસ પ્રમાણે આશિષ મિશ્રાને 8 ઓક્ટોબરે પોલીસ સમક્ષ હાજર થવાનું છે અને લખીમપુરમાં (Lakhimpur)થયેલી ઘટનાના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે. નોટિસ પ્રમાણે પોલીસની સમક્ષ હાજર થઇને આશિષ મિશ્રાએ ઘટનાના સંબંધમાં જે પણ જાણકારી છે તે પોલીસને આપવી પડશે.

    બીજી તરફ સમાચાર છે કે આશિષ મિશ્રાની ધરપકડ માટે પોલીસે ઘણી ટીમો બનાવી છે અને તે સંભવિત વિસ્તારોમાં તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે આશિષ સામે હત્યાની સાથે અન્ય કલમો પણ નોંધવામાં આવી છે.

    પોલીસ કરી રહી છે રેડની તૈયારી

    સૂત્રોએ એ પણ કહ્યું છે કે આ મામલો તૂલ પકડતા જ આશિષ મિશ્રા ફરાર થઇ ગયો છે. તેને જોતા યૂપી પોલીસે ટીમો બનાવી તેની શોધ શરૂ કરી દીધી છે. હવે આશિષને પકડવા માટે પોલીસ ઘણા વિસ્તારમાં રેડ કરવા જઈ રહી છે. આ પહેલા મંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે મેં પોતાના પુત્રને ક્યાંય સંતાડ્યો નથી. તે મોટો છે. વિચારીને નિર્ણય કરે છે. જ્યારે સામે આવવાનું હશે તો આવી જશે. તે પોતે જ નિર્ણય કરે છે. અજય મિશ્રાએ કહ્યું કે આખા કેસની ન્યાયિક તપાસ થઇ રહી છે બધુ સામે આવી જશે.



    આ પણ વાંચો - BJPની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં મેનકા અને વરૂણ ગાંધીને ના મળ્યું સ્થાન, જાણો કેમ?

    અજય મિશ્રાએ કહ્યું કે મારા પુત્ર આરોપ લાગ્યા છે. કેસ કોઇપણ નોંધાવી શકે છે. તપાસમાં બધુ સ્પષ્ટ થઇ જશે. મારો પુત્ર દોષિત હશે તો તપાસ એજન્સીઓ કામ કરશે. હાલ તપાસ થઇ રહી છે થવા દો.

    બુધવારે રાહુલ ગાંધીએ પીડિત પરિવારોની મુલાકાત કરી

    લખીમપુર મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બુધવારે પીડિત પરિવારોની મુલાકાત કરી હતી. તે કિસાન લવપ્રીતના પરિવારજનોને મળ્યા હતા. તેમણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે લવપ્રીત તમારું બલિદાન ભૂલીશું નહીં. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલશે. આ સાથે તેમણે બે ફોટા પણ ટ્વિટ કર્યા હતા. લખીમપુર તે ગાડીઓના લાંબા કાફલા સાથે પહોંચ્યા છે. આ દરમિયાન રસ્તામાં ઘણા કિલોમીટર સુધી લોકોની ભીડ રસ્તાની બંને તરફ જોવા મળી હતી. રાહુલે પીડિત પરિવારની મુલાકાત કરી તે સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા
    Published by:Ashish Goyal
    First published: