Home /News /national-international /તસ્કરો પાસેથી મળી આવ્યો દુર્લભ પ્રજાતિનો સાપ, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

તસ્કરો પાસેથી મળી આવ્યો દુર્લભ પ્રજાતિનો સાપ, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

Red Sand Boa Snake: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રેડ સેન્ડ બાઓ દુર્લભ પ્રજાતિના સાપની કિંમત અઢી કરોડ રૂપિયા

Red Sand Boa Snake: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રેડ સેન્ડ બાઓ દુર્લભ પ્રજાતિના સાપની કિંમત અઢી કરોડ રૂપિયા

મનોજ શર્મા, લખીમપુર ખીરી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખીમપુર ખીરી (Lakhimpur Kheri) જિલ્લાના દુધવા ટાઇગર રિઝર્વ (Dushwa Tiger Reserve)ના બફર ઝોનમાંથી પોલીસ (Police)એ દુર્લભ રેડ સેન્ડ બાઓ પ્રજાતિના સાપ (Red Sand Boa Snake)ની સાથે ચાર તસ્કરોની ધરપકડ કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલા સાપની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અઢી કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મામલો લખીમપુર ખીરીના મૈલાની પોલીસ સ્ટેશનની હદનો છે.

પોલીસને સૂચના મળી હતી કે એક દુર્લભ પ્રજાતિના રેડ સેન્ડ બોઆ સાપ (Red Sand Boa Snake)ને કેટલાક તસ્કર વેચવાના ફિરાકમાં છે. ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસે કાકોરી તિરાહે પર દરોડો પાડીને 4 લોકોની ધરપકડ કરી. તેમની પાસેથી લગભગ 4 કિલોગ્રામ વજનન એક રેડ સેન્ડ બાઓ પ્રજાતિના સાપનું શબ જપ્ત કરવામાં આવ્યું. પકડાયેલા આરોપીઓએ સ્વીકાર્યું કે આ પહેલા પણ તેઓ 6 સાપોને પકડીને વેચી ચૂક્યા છે.

આ પણ વાંચો, Guinness World Record: આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ, 16000 રૂપિયામાં મળે છે માત્ર એક

દુધવા ટાઇગર રિઝર્વમાં મળી આવે છે આ દુર્લભ સાપ

ઉલ્લેખનીય છે કે, દુધવા ટાઇગર રિઝર્વના જંગલો અને ખેતરોમાં દુર્લભ પ્રજાતિન રેડ સેન્ડ બોઆ પ્રજાતિના સાપ વધુ માત્રામાં મળી આવે છે. આ જ કારણ છે કે તક જોઈને તસ્કરો સાપને પકડીને આંતરરાષ્ટ્રીય તસ્કરોને વેચી દે છે. તેનાથી તેમને મોટી કિંમત મળે છે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલો આ રેડ સેન્ડ બોઆ પ્રજાતિના સાપની આંતરરાષ્રીર ય બજારમાં અઢી કરોડ રૂપિયાની કિંમત છે.

આ પણ વાંચો, OMG: હૉસ્પિટલનો સામાન લઈને પાંચમા માળે પહોંચી ગઈ રિક્ષા, જાણો શું છે સમગ્ર મામલો

" isDesktop="true" id="1115782" >


તસ્કરો આવી રીતે ઝડપાયા

પકડાયેલા લોકોમાં કાસિમ નિવાસી મુન્નૂગંજ, ગોલા, સંજય કુમાર નિવાસી જલાલપુર, સર્વેશ કુમાર નિવાસી સિસનૌર અને મહેન્ર્ વર્મા નિવાસી નૌગવાં સામેલ છે. ચારેય આરોપીઓએ નગરિયા ગામના જંગલમાં તળાવની પાસે શેરડીના ખેતરમાંથી સાપ પકડ્યો હોવાની વાત જણાવી. આરોપીઓ વિરુદ્ધ વન્ય જીવ અધિનિયમ હેઠળ કેસ નોંધી તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.
First published:

Tags: Red Sand Boa Snake, Smuggling, Snake, ઉત્તર પ્રદેશ, ગુનો, પોલીસ

विज्ञापन