ન્યૂઝ18 ગુજરાતી: બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીનો 63મો જન્મદિવસ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. યૂપીમાં અનેક સ્થળે માયાવતીના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરોહામાં આયજિત આવા જ એક કાર્યક્રમમાં લોકોએ કેકની લૂંટ ચલાવી હતી.
સપા અને બસપા નેતા એક મંચ પર બેઠા હતા. કાર્યક્રમ ખતમ થતાં કેક કાપવામાં આવી. જેવી કેક કાપવામાં આવી તો ત્યાં ઉપસ્થિત ભીડ કેક પર તૂટી પડી. કેકની જાણે કે લૂંટ ચલાવી દીધી. ડાયસને તોડી દેવામાં આવ્યું. કાર્યકરોએ નેતાઓ સાથે ધક્કા-મુક્કી કરી. કાર્યકરોનું આવું વર્તન જોઈ નેતાઓએ મંચ છોડીને ચાલ્યા ગયા.
#WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66
વીડિયોમાં દેખાય છે કે મંચ ઉપર ઊભેલા લોકો ભીડને કેક ઝૂંટવીને જતા હોય છે ત્યારે રોકવાનો પ્રયાસ કરે છે. 32 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી કેક સેકન્ડોમાં જ પૂરી થઈ જાય છે.
જે કાર્યક્રમનો આ વીડિયો છે તેમાં માયાવતી હાજર નહોતા. માયાવતીએ લખનઉમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, જ્યાં બસપા સુપ્રીમોના જન્મદિવસના અવસરે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પહોંચ્યા અને તેમને ફૂલોનો બુકે ભેટ કર્યો. માયાવતીએ અખિલેશ દ્વારા આપવામાં આવેલી શાલ પણ ઓઢી. આ પહેલા માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ મુસ્લિમ અનામતની હિમાયત કરી. તેઓએ કહ્યું કે આર્થિક આધાર પર મુસલમાનોને અનામત આપવું જોઈએ.