'UPનો ડોન બનવું છે', બે હાથમાં તમંચા સાથે વીડિયો મૂક્યો, પોલીસ સામે માથાભારે બે હાથ જોડી માંગવા લાગ્યો માફી

વાયરલ વીડિયો પરની તસવીર

Uttar Pradesh Police News: બંને હાથોમાં તમંચો અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે કે મારે પશ્વિમી ઉત્તર પ્રદેશનો ડોન બનવું છે. ફોટો વાયરલ થતાં જ પોલીસે તપાસ શરુ કરતા જાણવા મળ્યું કે યુવક ગાઝિયાબાદ જિલ્લાના ટ્રોનિકા સિટી, લોનીનો રહેવાસી છે.

 • Share this:
  ગાઝિયાબાદઃ ઉત્તર પ્રેદશના (Uttar pradesh news) ગાઝિયાબાદ (Ghaziabad) જિલ્લામાં રહેનારા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા (video viral on social media) ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે બંને હાથોમાં તમંચો અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે કે મારે પશ્વિમી ઉત્તર પ્રદેશનો ડોન બનવું છે. ફોટો વાયરલ થતાં જ પોલીસે તપાસ શરુ કરતા જાણવા મળ્યું કે યુવક ગાઝિયાબાદ જિલ્લાના ટ્રોનિકા સિટી, લોનીનો રહેવાસી છે. પોલીસે સોમવારે તપાસ દરમિયાન યુવકની ધરપકડ (police arrested boy) કરીને જેલ ભેગો કર્યો હતો. ધરપકડ બાદ યુવક પોલીસ સામે વારંવાર માફી માંગી રહ્યો હતો.

  ગાઝિયાબાદના એસપી રૂરલ ડો. ઈરઝ રાજાના જણાવ્યા પ્રમાણે રિતિક મલિક મંગલા બજાર રોડ, રામપાર્ક લોનીનો રહેવાસી છે. તેણે લોકોમાં ડર ફેલાવવા માટે બંને હાથોમાં તમંચા લઈને વીડિયો બનાવ્યો હતો. જેથી વિસ્તારમાં રહેનારા લોકોમાં તેના નામનો ડર ફલાય. તે મૂળ રૂપથી સરનાવાલીના મુઝફ્ફર નગરનો રહેવાસી છે.

  એસપીના જણાવ્યા પ્રમાણે ફેસબુક અને વોટ્સએપ ઉપર તેણે વીડિયો અપલોડ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રોનિકા સિટીનો રહેનારા યુવકનો આ વીડિયો છે. સોમવારે પોલીસે ખાનપુર જપ્તી રોડ ઉપર તપાસ કરી રહી હતી ત્યારે તમંચા સાથે રિતિક પકડાયો હતો. ત્યારપાદ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેની સામે આ પહેલા પણ બે ફરિયાદો નોંધાઈ હતી.

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  પકડાયા બાદ તેણે સ્વીકાર્યું કે વીડિયો તેનો છે. તે પોલીસની સામે આજીજી કરતો રહ્યો હતો અને માફી માંગી રહ્યો હતો. તે એક સામાન્ય માણસની જિંદગી જીવવા માંગે છે. તેનાથી ભુલ થઈ ગઈ છે. પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  સુરત : 'UP કા DON લાલુ જાલિમ,' આવું સ્ટેટસ મૂકનાર દીકરાને પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત!
  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુરતમાં (Surat) રહેતો એક યુવાન ડોનથી (Don) પ્રભાવિત થઈને પોતાના વોટ્સપ સ્ટેટ્સ (Whatsapp Status) પર અમરોલીના ડોન લાલુ જાલિમનો (UP Don Lalu Jalim) યુપી કા ડોન નો વીડિયો (Video) મૂક્યો હતો. જોકે આ બાબતે પિતાનું ધ્યાન જતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો.

  આવા લોકોથી દૂર રહેવાની સલહા આપતા પુત્રને આ વાતનું લાગે આવતા પુત્ર એ આ બાબતે આવેશમાં આવી જઈને પોતાની રૂમમાં ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે પિતાનો આ ઠપકાને લઈને પુત્રએ ભરેલા આ પગલાંને લઈને પરિવારને રડવાનો વારો આવ્યો અને એકનો એકનો એક પુત્ર ગુમાવાનો વારો આવ્યો છે.
  Published by:ankit patel
  First published: