પતિ પત્ની ઔર વૌ! પતિ સાથે છૂટાછેડા લીધા વગર પરપુરુષ સાથે રહેતી મહિલાને લાગ્યો જોરદાર ઝટકો
પતિ પત્ની ઔર વૌ! પતિ સાથે છૂટાછેડા લીધા વગર પરપુરુષ સાથે રહેતી મહિલાને લાગ્યો જોરદાર ઝટકો
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
Live in Relationship: મહિલાએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી કે નથી છૂટાછેડાની અરજી દાખલ કરી. અરજી કર્તા સુરભી પતિનું ઘર છોડીને મોહિત નામના યુવક સાથે લિવ-ઇન-રિલેશનમાં રહે છે.
પ્રયાગરાજઃ લિવ-ઇન રિલેશનમાં પરપુરુષ સાથે રહેતી પરિણીત મહિલાએ પોતાના પતિ સામે સુરક્ષાની માંગણીની અરજી દાખલ કરી હતી. આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) સુનાવણી કરી હતી. હાઈકોર્ટની ડિવીજન બેચના મામલે સુનાવણી કરતા પરપુરુષ સાથે લિવ-ઇન-રિલેશનમાં (Live in Relationship) રહેતી મહિલાને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટે અરજી નકારતા કહ્યું કે મહિલાએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી કે નથી છૂટાછેડાની (Divorce) અરજી દાખલ કરી.
ઘટના અંગે વાત કરીએ તો સુરભી નામની પરિણીત મહિલાએ પોતાના પતિથી સુરક્ષાની માંગણી કરતી અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. મહિલાએ પોતાના પતિ ઉપર ઘરેલું હિંસા કરવા, ધમકી આપવા અને અસામાજિક ગતિવિધિઓમાં સામેલ હોવાની દલીલ લઈને પોતાની સુરક્ષાની માંગણી કરી હતી.
આ સાથે જ મહિલાએ પોતાના પતિથી જીવનો ખતરો જણાવ્યો હતો. પરંતુ આ મામલાની સુનાવણી કરતા કોર્ટો પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મહિલાએ ઘરેલું હિસાની ફરિયાદ નથી કરી. અને છૂટાછેડાની કોઈ અરજી નથી દાખલ કરી. કોર્ટે કહ્યું કે પતિ સામે કોઈ ફરિયાદ અથવા છૂટાછેડાની અરજી વગર કોઈ રાહત નહીં આપી શકે.
કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે રીટ અરજીમાં અસ્પષ્ટ દલીલ છે કે મહિલાને તેનો પરેશાન કરી રહ્યો છે. એટલા માટે આ અરજી ઉપર વિચાર ન કરી શકાય. ઉલ્લેખનીય છે કે અરજી કર્તા સુરભી પતિનું ઘર છોડીને મોહિત નામના યુવક સાથે લિવ-ઇન-રિલેશનમાં રહે છે.
સુરભીએ માત્ર માનવાધિકાર આયોગમાં પતિ સામે ફરિયાદ કરી હતી. આવી રીતે એક અન્ય મામલામાં હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનમાં રહેનારી અન્ય વ્યક્તિ પણ છેલ્લા સપ્તાહે નકારી દીધી હતી. જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ સાધના રાની ઠાકુરની ડિવીઝન બેચે આ નિર્ણય સંભળાવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર