વિચિત્ર કિસ્સોઃ પત્નીને છોડીને પ્રેમિકા સાથે રહેવા ગયો પતિ, પિતાએ પૂછ્યું પ્રેમ જોઈએ કે સંપત્તિ, આવો મળ્યો જવાબ

કપલની પ્રતિકાત્મક તસવીર: shutterstock

pati patni aur woh: નૌતનવા વિસ્તારમાં એક ગામની આ ઘટના હતી. અહીં પરિણીત યુવક ગામની જ એક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. આ મહિલાનો પતિ વિદેશમાં રૂપિયા કમાવવા માટે ગયો હતો. આ દરમિયાન બંનેએ સાથે જીવવા મરવાની કસમો પણ ખાધી હતી.

 • Share this:
  મહરાજગંજઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મહરાજગંજ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો (OMG story in uttar pradesh) સામે આવ્યો હતો. અહીં નૌતનવામાં પરિણીત પ્રેમિકા માટે પરિણીત યુવકે પોતાની (Pati, Patni aur woh) પત્ની અને પરિવારને છોડી દીધો હતો. પુત્રની જીદ ઉપર પિતાએ પણ શરત મુકી કે મહોબ્બત જોઈ એક પછી જાયદાત અને પરિવાર. જોકે યુવકે પ્રેમિકા માટે બધું જ છોડી દીધું. પિતાએ પણ પુત્રને પોતાની સંપત્તીમાંથી બદકલ કરતા ડીએમ, એસપીથી લઈને ડીઆઈજી સુધી સુરક્ષા માટે અપીલ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે નૌતનવા વિસ્તારમાં એક ગામની આ ઘટના હતી. અહીં પરિણીત યુવક ગામની જ એક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. આ મહિલાનો પતિ વિદેશમાં રૂપિયા કમાવવા માટે ગયો હતો. આ દરમિયાન બંનેએ સાથે જીવવા મરવાની કસમો પણ ખાધી હતી.

  પુત્રની કરતૂતોની જાણ થતાં જ પિતા ગુસ્સે ભરાયા હતા. પુત્રને તેની પત્નીની કસમ આપી, પરિવાર વિખેરાઈ જવાની વાત પણ જણાવી પરંતુ પુત્ર પોતાના નિર્ણય ઉપર અડગ હતો. અંતે પિતાએ પુત્રના સામે શરત મુકી કે તેને મહોબ્બત જોઈએ કે પછી સંપત્તી?

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  પ્રેમિકાની સાથે રહેવાની યુવકનો અંતિમ નિર્ણય જાણીને પિતાએ તેને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધો હતો. યુવકે પણ સહમતિ આપતા પ્રોપર્ટીના કાગળો ઉપર સહી કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  બીજી તરફ પિતાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે ડીઆઈજી ગોરખપુર રેન્જ, ડીએમ, એસપી, સીઓ અને એસઓ નૌતનવાને નોટરી થકી એફિડેવિટ સાથે ફરિયાદ પત્ર આપીને પુત્રને ચલ અને અચલ સંપત્તીમાંથી બે દખલ કરવાની જાણ કરીને પરિવારને સુરક્ષા માટે અપીલ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે પ્રેમમાં પાગલ લોકો કોઈપણ હદ સુધી જઈ શકે છે. પ્રેમ આંધળો હોય છે. ઉત્તર પ્રદેશનો આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પુત્રએ પ્રેમિકા માટે હસતા મોંઢે પિતાની સંપત્તીમાંથી બેદખલ થવાની ઘટનાથી લોકો ચોંકી ગયા હતા.
  Published by:ankit patel
  First published: