Home /News /national-international /

નવ વિવાહિતા બંદૂક સાથે સેલ્ફી લેતી હતી, અચાનક ગોળી છૂટતાં દુલ્હનનું થયું મોત

નવ વિવાહિતા બંદૂક સાથે સેલ્ફી લેતી હતી, અચાનક ગોળી છૂટતાં દુલ્હનનું થયું મોત

દુલ્હીની ફાઈલ તસવીર

Uttar Pradesh news: દિવસે લગભગ બે વાગ્યે સાસરીમાં બંદૂક સાથે સેલ્ફી લેતા સમયે ગોળી વાગતા રાધિકા ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. પરિજનોએ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહાબાદ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

  હરદોઈઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) હરદોહીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક દુલ્હને સેલ્ફીના (bride seflie with Gun ) ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો. ખતાજમાલા વિસ્તારમાં નવ વિવાહિત દુલ્હન બંદૂક સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક ગોળી છૂટી હતી. જેનાથી દુલ્હનનું મોત થયું હતું. પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. મૃતક યુવતીના પિતાએ યુવતીના પતિ આકાશ તેના સસરા રાજેશ અને સાસુ પૂનમ અને જેઠ ઉમંગ વિરુદ્ધ દહેજમાં 2 લાખ રૂપિયાની માંગની સાથે ત્રાસ આપવાતા તેની ગોળી મારીને હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે તપાસ શરુ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ખત્તાજમાલખા નિવાસી આકાશ ગુપ્તાના લગ્ન બે મહિલા પહેલા માઘૌગંજ કશબાના અન્નપુર્ણા નગર નિવાસી રાકેશ ગુપ્તાની પુત્રી રાધિકાની સાથે થયો હતો. દિવસે લગભગ બે વાગ્યે સાસરીમાં બંદૂક સાથે સેલ્ફી લેતા સમયે ગોળી વાગતા રાધિકા ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. પરિજનોએ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહાબાદ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

  રાધિકાના ગળામા વાગી હતી ગોળી
  રાધિકાને ગળામાં વાગેલી ગોલી આરપાર થઈ ગઈ હતી. આ મામલા અંગે જાણ થતાં સીઓ સતેન્દ્ર સિંહ ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આને પ્રાથમિક તપાસ હાથધરી હતી. બંદૂક અને રાધિકામાં મોબાઈલને કબ્જે લીધો હતો. રાધિકાના પિયરના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

  આ પણ વાંચોઃ-વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

  આ મામલે મૃતકાના પિતા રાકેશ કુમારે મૃતકાના પતિ આકાશ, તેના સસરા રાજેશ અને સાસું પુનમ અને જેઠ ઉમંગ વિરુદ્ધ દહેજમાં 2 લાખ રૂપિયાની માંગને લઈને ત્રાસ ગુજારતા હતા. સાસરીયાઓએ તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી હતી.

  આ પણ વાંચોઃ-મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  એક કલાક પહેલા જ ઘરે લાવ્યા હતા બંદૂક
  એએસપીએ કહ્યું કે પતિ પત્ની દ્વારા બંદૂકથી સેલ્ફી લેતા સમય આ ઘટના ઘટી હતી. જે વાત પણ વાયરલ થઈ રહી હતી. પરંતુ મામલે એફઆઈઆર નોંધાવી છે તથ્યોની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રાજેશ ગુપ્તાની લાયસન્સ બંદૂક પંચાયત ચૂંટણી દરમિયાન કોતવાલીમાં જમા કરાવી હતી.

  પંચાયત ચૂંટણી થયા બાદ ગુરુવારે બપોરે લગભગ એક વાકે પોલીસ સ્ટેશનમાંથી બંદૂક લઈને આવ્યા હતા. પોતાના ઘરે રાખી દીધી હતી. અને એક કલાકબાદ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Bride, ઉત્તરપ્રદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन