Video: દોઢ કરોડની વીંટી ચોરીના આરોપમાં પોલીસે યુવકને ઢોર માર માર્યો, પોલીસ ચોકીમાં લોકોનો હોબાળો

પોલીસ સ્ટેશનમાં લોકોનો હોબાળો

Uttar Pradesh news: ઉત્તર પ્રદેશમાં અહીં દોઢ કરોડની વીંટીની ચોરીના શકના આધારે એક યુવકને ચોકી ઈન્ચાર્જ ઉઠાવીને ચોકી લાવ્યા હતા. ત્યારબાદ યુવકના પરિજનોએ ચોકી ઉપર હોબાળો માચાવ્યો હતો. જ્યાં ભારે હંગામો થયો હતો.

 • Share this:
  લખનઉઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh news) રાજધાની લખનઉમાં (lucknow news) દોઢ કરોડ રૂપિયાની વીંટી ચોરી (Theft of a ring worth Rs 1.5 crore) થવાના મામલામાં પોલીસ કાર્યવાહી સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. આરોપ છે કે ચોરીની શંકા રાખીને પોલીસ યુવકને (Boy beaten by police in Lucknow Uttar pradesh) બળજબરી ઉઠાવી ગઈ હતી. અને ખુબ જ માર માર્યો હતો. ત્યારબાદ લોકોએ પોલીસ ચોકી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારી સાથે મારપીટ કરી દીધી હતી અને છૂટાહાથની મારામારી થઈ હતી. ઘટના સમયે એક યુવકે આખી ઘટનાનો વીડિયો (boy beaten video) બનાવ્યો હતો. યુવક પોલીસનો મોબાઈલ છીનવીને (police mobile snatching) ભાગી ગયો હતો. સિપાહીને થપ્પડ અને ચપ્પલ પડ્યા (police beaten by people mob) હતા.

  આ ઘટના ઉત્તર પ્રદેશના મહાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મેટ્રો સિટી ચોકીની છે. મળતી માહિતી પ્રમાણે અહીં દોઢ કરોડની વીંટીની ચોરીના શકના આધારે એક યુવકને ચોકી ઈન્ચાર્જ ઉઠાવીને ચોકી લાવ્યા હતા. ત્યારબાદ યુવકના પરિજનોએ ચોકી ઉપર હોબાળો માચાવ્યો હતો. જ્યાં ભારે હંગામો થયો હતો.

  મળતી માહિતી પ્રમાણે મેટ્રો સિટી એપાર્ટમેન્ટના ટાવર નંબર 12ના ફ્લેટ નંબર 501માં રહેનારી નિવૃત્ત પ્રશાસનિક અધિકારી બલબીર સહાય સક્સેનાએ મેટ્રો સિટી પોલીસ ચોકી ઉપર પોતાની દોઢ કરોડની વીંટી ચોરી થવાની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં બલવીર સક્સેનના પૂર્વ ડ્રાઈવર અરુણ ઉર્ફે લાલુ ઉપર ચોરીનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના ચોકી ઇન્ચાર્જ સુધાકર પાંડે અરુણને પોલીસ ચોકી લઈને આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  અરુણના પરિજનોનો આરોપ છે કે ચોરી કબૂલવા માટે ચોકી ઇન્ચાર્જ સુધાકર પાંડે અને કોન્સ્ટેબલ નિતિન શર્માએ લાલૂની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી. પરિવારના આ આરોપ ઉપર સ્થાનિક વિસ્તારના લોકો ભડક્યા હતા. અને ચોકી ઇંચાર્જનો મોબાઈલ લઈને ભાગ્યા હતા. બબાલ દરમિયાન મહિલાઓએ ચોકી ઇન્ચાર્જને ચપ્પલ અને થપ્પડ માર્યો હતો.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

  બીજી તરફ બબાલની માહિતી મળતાં જ અન્ય પોલીસ સ્ટેશનમાંથી વધારાની પોલીસ ફોર્સ પહોંચી ગઈ હતી. પરિવારના આરોપ ઉપર સ્થાનિક લોકો ભડક્યા હતા. અને ચોકીનો ઘેરાવ કરીને પથ્થર મારો પણ શરૂ કર્યો હતો. ચોકી ઈન્ચાર્જ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવવા લાગ્યા તો ભીડે ઈન્ચાર્જ અને સિપાહી સાથે મારપીટ કરવાનું શરું કરી દીધું હતું. અને ચોકી ઈન્ચાર્જનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.

  પોલીસની મારથી ઘાયલ લાલુને પોલીસે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે લાલુ લાંબા સમયથી બલવીર સક્સેનાની કાર ચલાવી રહ્યો હતો. કોરોનાની બીજી વેવ દરમિયાન બલવીર સક્સેનાની પત્નીનું મોત થયું હતું. ત્યાર બાદ તેમણે ત્રણ મહિના પહેલા લાલુને કામથી કાઢી દીધો હતો. એડીસીપી નોર્થ પ્રાચી સિંહે કહ્યું કે આખો મામલામાં ચોકી ઈન્ચાર્જની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
  Published by:ankit patel
  First published: