ભણેલા ગણેલા અનેક યુવા બેરોજગાર છે અને નોકરીની તલાશમાં ભટકવા માટે મજબૂર છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં બેરોજગાર યુવા (Unemployed Youth) વર્ગ આજે પણ નોકરીની રેસમાં પોતાની કિસ્મત અજમાવવાથી પાછળ નથી હટતા. જોવા જઈએ તો દિવસ-રાતની અથાગ મહેનત બાદ પણ પરિવારમાં કોઈ એક સભ્યને નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. એવામાં ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જૌનપુરના (Jaunpur) સિકસાસા ગામમાં એક એવો પરિવાર છે જે ‘સરકારી ઘરાના’ના નામથી વિસ્તારમાં પ્રચલિત છે. 50 સભ્યોના આ પરિવારમાં કુલ 23 મહિલા-પુરૂષ સરકારી નોકરીમાં (Government Employees) અલગ-અલગ સેવાઓ, રાજ્ય અને ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી કરી રહ્યા છે. વર્ષોથી તમામ મહેનત કરનારા યુવાઓ માટે આ પરિવાર એક પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે, વાંચો આ ખાસ રિપોર્ટ...
'સરકારી ઘરાના'ની આ કહાની ઉત્તર પ્રદેશના જૌનપુરની છે. જૌનપુરથી 20 કિલોમીટર દૂર સિકરારા ગામમાં યાદવ પરિવાર વસે છે. છેલ્લી બે પેઢીઓ સતત સરકારી સેવાઓ આપી રહી છે. પોતાના હુનર અને મહેનતના જોરે સરકારી ઘરાનાએ ઉદાહરણીય યોગદાન આપ્યું છે. 50 સભ્યોના આ પરિવારમાં આજની તારીખમાં 25 લોકો નોકરી કરી રહ્યા છે. આ હિસાબથી વિસ્તારમાં સરકારી ઘરાનાના નામથી પરિવાર જાણીતો બન્યો છે. આ પરિવારમાં 25 લોકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે, જેમાં બે લોકો નિવૃત્ત થઈ ગયા છે.
આ કહાણી દિવંગત રામશરણ યાદવના પરિવારની છે. તેમના ત્રણ દીકરા રામદુલાર, ફુલ્લર, ચન્ર્5બલી છે. આ ત્રણેય ભાઈઓના પરિવારમાં કુલ 50 લોકોની સંખ્યા થઈ ગઈ છે, જેમાં 23 લોકો સરકારી નોકરી કરી રહ્યા છે, જ્યારે બે નિવૃત્ત થઈ ચૂક્યા છે. ઘરનું ખેતીનું કામ સંભાળતા શિવશંકર યાદવ જણાવે છે કે પરિવાર પાસે વધુ જમીન ન હોવાને કારણે અમારા પિતાજીએ શરૂઆતથી જ નોકરીની સેવા પસંદ કરી અને આજે એક-એક કરી કુલ 25 લોકો સરકારી નોકરીમાં લાગી ચૂક્યા છે. બે લોકો સેવા નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે.
તમે જાણતા હશો કે હાલના સમયમાં અનેક યુવાઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરીને સરકારી નોકરી મળે તેવી ઈચ્છા ધરાવતા હોય છે. તેવા તમામ યુવાઓને જૌનપુરનો આ યાદવ પરિવાર પ્રેરણારુપ સાબિત થઈ રહ્યો છે. જેમના ઘરમાંથી સૌથી વધુ લોકો પ્રતિયોગી પરીક્ષામાં પોતાની કિસ્મત આજમાવી રહ્યા છે. તેમનો દૃઢ નિર્ણય સફળતાનો માર્ગ મોકળો કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર