ઇન્ડિયન એરફોર્સના વિમાને શેરડીના ખેતરમાં કર્યું ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટ સુરક્ષિત

ઘટના સ્થળની તસવીર

ભારતીય એરફોર્સના એક વિમાને મજબુરીમાં શેરડીના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

 • Share this:
  ભારતીય એરફોર્સના એક વિમાને મજબુરીમાં શેરડીના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લેન્ડિંગની પ્રક્રિયામાં વિમાન ખેતરમાં પડ્યું હતું. જેના પગલે એક મોટી દુર્ઘટના ઘટના ઘટતા રહી ગઇ હતી. આ દુર્ઘટનામાં પાયલટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જ્યારે વિમાનને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું છે.

  ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોચ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.  સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગાઝિયાબાદ સ્થિત ઇન્ડિયન એરબેસથી આ પ્લેને ઉડાન ભરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ વિમાન વાયુસેના દિવસ માટે તૈયારી કરી રહ્યું હતું. આ વિમાનમાં બે પાયલટ સહિત ત્રણ લોકો સવાર હતા. ત્યારે અચાનક બાગપતમાં એક ખેત ઉપર તે ક્રેશ થઇ ગયું હતું.

  પાયલટે સમય સૂચકતા સાથે પેરાશૂટ્સની મદદથી પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાથી ખેતરમાં હાજર એકપણ વ્યક્તિ ઘાયલ થયાની જાણકારી મળી નથી. વિમાન ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:ankit patel
  First published: