ગાયના છાણમાં શોધ્યો બિઝનેસ! ગામડાની મહિલાઓ દરરોજ કરે છે 300 રૂપિયાની કમાણી

ગાયના છાણમાંથી બનેલી પ્રોડક્ટ.

મહિલાઓનું કહેવું છે કે તેમના માટે આ ગાયની સેવા કરવા સમાન છે. હિન્દુ ધર્મમાં ગાયની સેવા કરવાને પુણ્યનું કામ માનવામાં આવે છે.

  • Share this:
    ઉમેશ શ્રીવાસ્તવ: આમ તો ગાયનું છાણ ઈંધણ માટે અને વિવિધ ધાર્મિક કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉત્તર પ્રદેશની મેરઠની ગ્રામીણ મહિલાઓએ ગાયના છાણને રોજગારીનું માધ્યમ બનાવી દીધું છે. મેરઠના અમ્હૈડા ગામની મહિલાઓએ ગાયના છાણમાંથી ફક્ત દીવડા જ નહીં પરંતુ ડિસ્ટેમ્પર બનાવ્યું છે. એટલું જન નહીં, મહિલાઓ ઓનલાઇન માર્કેટિંગ દ્વારા આ પ્રોડેક્ટ બજારમાં ઉતારે છે. આ પ્રોડક્ટની ખૂબ જ માંગ આવી રહી છે. ત્યાં સુધી કે મહિલાઓ ઓર્ડરમાં પહોંચી નથી વળતી.

    ગામમાં રહેતા સમાજ સેવક અતુલ શર્માએ પીએમ મોદીના આત્મનિર્ભર અભિયાન વિશે સાંભળ્યા બાદ આની શરૂઆત કરી હતી. બાદમાં ગામની મહિલાઓ જોડાતી ગઈ હતી અને તેમનો સંઘ આગળ ચાલતો ગયો હતો. આજે ગામની 11 મહિલાઓ મળીને આ કામ કરે છે.

    આ પણ વાંચો: ઉત્તરસંડાના વિશ્વ વિખ્યાત ચોળાફળી, મઠિયા પાપડ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ, 50 ટકાનું નુકસાન

    મહિલાઓએ જણાવ્યું કે તેઓ ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી દીવડા તૈયાર કરે છે. આ દીવડામાં કપૂર પણ ભેળવવામાં આવે છે. આ દીપક સળગવાની સાથે સાથે ખૂશ્બૂ પણ આપે છે, જ્યાં સુધી રાખ ન થઈ જાય ત્યાં સુધી તે સળગતો રહે છે.

    આ પણ વાંચો: અમેરિકાના વિચિત્ર કેસ: પિતાએ પોર્ન કલેક્શન નષ્ટ કરી દેતા પુત્રએ 60 લાખનું વળતર માંગ્યું!

    અતુલ શર્માએ જણાવ્યું કે તેમની સાથે કામ કરતી દરેક મહિલા દરરોજ 200થી 300 રૂપિયાની કમાણી કરે છે. ગાયના છાણમાંથી બનતા દીવડા બે રૂપિયા પ્રતિ નંગ અને ડિસ્ટેમ્પર 50 રૂપિયે કિલો વેચવામાં આવે છે.

    આ પણ જુઓ-

    મહિલાઓનું કહેવું છે કે તેમના માટે આ ગાયની સેવા કરવા સમાન છે. હિન્દુ ધર્મમાં ગાયની સેવા કરવાને પુણ્યનું કામ માનવામાં આવે છે. મહિલાઓનું માનીએ તો ગાયના છાણથી મચ્છર ભગાડવા માટે પ્રોડક્ટ પણ બનાવી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: