આનંદ મિશ્રા, મઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મઉ (Mau) જિલ્લામાં રવિવાર મોડી રાત્રે દીકરા અને પૌત્રએ મળી ઘરના વડીલ સભ્ય દાદાની ધારદાર હથિયારથી હત્યા (Murder) કરી દીધી. સમગ્ર મામલો જમીન વિવાદ (Land Dispute) સાથે જોડાયેલો છે. હત્યા કર્યા બાદ દીકરા અને પૌત્ર બંને ઘર છોડીને ફરાર થઈ ગયા છે. હત્યા બાદ લાશને પણ બોરીમાં ભરને ઘરમાં જ છુપાવી દીધી. સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે (Police) લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ આરોપીઓની તલાશમાં દરોડા પાડી રહી છે. ઘટના બાદ ગામમાં સોપો પડી ગયો છે.
મૂળે, મૃતકના ત્રણ દીકરા છે. જમીન વહેંચણી દરમિયાન ચાર હિસ્સા થયા હતા. તેમાં એક હિસ્સો પિતા અને માતાનો હતો. જે દીકરાની સાથે પિતા અને માતા રહેતા હતા, તેને જ પોતાનો હિસ્સો આપવા માંગતા હતા. તેને લઈને બીજા દીકરો અને દીકરાનો પુત્ર આક્રોશિત થઈને પોતાના જ ઘરના વડીલ સભ્યની હત્યા કરી દીધી.
આ પણ વાંચો, દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ 5 સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા, 3 કાશ્મીરી અને બેનો પંજાબ સાથે સંબંધ
રવિવારની સાંજે દીકરાએ પોલીસને ગુમ થવાની જાણ કરી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી જાણી લીધું કે એક મકાન કેમ બંધ પડેલું છે, તેમનો દીકરો ક્યાં છે અને ઘર ક્યારથી બંધ છે. મોડીરાત્રે ખૂબ મહેનત બાદ દરવાજો તોડવામાં આવ્યો તો જાણવા મળ્યું કે લાશને બોરીમાં ભરવામાં આવી છે. જેને જોઈ ગામવાળા આશ્ચર્યમાં મૂકાઈ ગયા. મૃતકના દીકરા રાજા પ્રતાપે જણાવ્યું કે પિતા કાલથી ગુમ હતા. તેની જાણ તેમણે પોલીસને કરી હતી.
આ પણ વાંચો, જાડેજાને સ્થાને જાણી જોઈને ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો? ડ્રેસિંગ રૂમની ઇનસાઇડ સ્ટોરી
આરોપીઓની તલાશમાં સર્ચ ઓપરેશન - સીઓ
મૂળે, મૃતકના ત્રણ દીકરા છે. જમીન વહેંચણી દરમિયાન ચાર હિસ્સા થયા હતા. તેમાં એક હિસ્સો પિતા અને માતાનો હતો. જે દીકરાની સાથે તેઓ રહેતા હતા તેને જ પોતાનો હિસ્સો આપવા માંગતા હતા. તેને લઈને બીજા દીકરો અને પૌત્ર આક્રોશિત થઈને તેમની હત્યા કરી દીધી. આ મામલામાં સીઓ મધુબન રાજકુમાર સિંહે જણાવ્યું કે મઉ કુબેરની ઘટના છે. તપાસના આધારે પંચનામું કરવામાં આવ્યું છે. આરોપીની તલાશમાં પોલીસની ટીમ લાગી છે.
Published by:Mrunal Bhojak
First published:December 07, 2020, 13:59 pm