નિર્વસ્ત્ર થઈ યુવતીઓને કરતો હતો Video કોલ, 71 ફરિયાદ બાદ ધરપકડ

નિર્વસ્ત્ર થઈ યુવતીઓને કરતો હતો Video કોલ, 71 ફરિયાદ બાદ ધરપકડ
પોલીસે આરોપીની ધરપકડ કરી

નીરા રાવતે જણાવ્યું કે, લક્ષ્મીકાંત નિર્વસ્ત્ર થઈ મહિલાઓને વીડિયો કોલ કરતો હતો. વિરોધ કરવા પર મહિલાઓને ધમકાવતો પણ હતો

 • Share this:
  લખનઉ : નિર્વસ્ત્ર થઈ વીડિયો કોલ કરી તેમને બ્લેકમેઈલ કરનાર યુવકની રાજધાની લખનઉના ઠાકુરગંજ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવક વિરુદ્ધ 1090 (વુમન પાવર લાઈન)માં 71 ફરિયાદ નોંધાઈ હતી. આરોપી યુવક સ્ક્રિન શોટ લઈ યુવતીઓને પરેશાન કરતો હતો. વારંવાર ચેતવણી બાદ પણ જ્યારે યુવક ના સુધર્યો તો તેની ધરપકડ કરવામાં આવી.

  એડીજી નીરા રાવતે જણાવ્યું કે, વુમન પાવર લાઈનના એડીજી પદની જવાબદારી સંભાળ્યા બાદ જ તેમણે જ્યારે ફરિયાદો વીશે જાણકારી મેળવી તો, સામે આવ્યું કે, 2017થી અત્યાર સુધીમાં ઠાકુરગંજના લક્ષ્મીકાંત વિરુદ્ધ ફોન અને સોશિયલ મીડિયા પર યુવતીઓની છેડતીની 71 ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે તેમણે લખનઉ પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી, ત્યારબાદ લક્ષ્મીકાંતને ઠાકુરગંજ પોલીસે આઈટી એક્ટ, છેડછાડ અને ધમકાવવાની કલમો હેઠળ ધરપકડ કરી લીધી.  એડીજી રાવતે કહ્યું કે, 28 વર્ષિય લક્ષ્મીકાંત વ્યવસાયે ડ્રાઈવર છે, અને રીઢો ગુનેગાર છે. અલગ-અલગ જગ્યાઓ પરથી યુવતીઓ, મહિલાઓના નંબર પ્રાપ્ત કરી અશ્લીલ મેસેજ, ફોન કોલ, વીડિયો કોલ વગેરે કરી મહિલાઓને પરેશાન કરતો હતો. વુમન પાવર લાઈન દ્વારા લક્ષ્મીકાંતને અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે સુધરવા જ તૈયાર ન હતો. ત્યારબાદ હવે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

  ન્યૂડ થઈ કરતો હતો કોલ

  નીરા રાવતે જણાવ્યું કે, લક્ષ્મીકાંત નિર્વસ્ત્ર થઈ મહિલાઓને વીડિયો કોલ કરતો હતો. વિરોધ કરવા પર મહિલાઓને ધમકાવતો પણ હતો. નીરા રાવતે જણાવ્યું કે, મહિલા અપરાધો વિરુદ્ધ 24 કલાક વુમન પાવર લાઈનનો હેલ્પલાઈન નંબર 1090 કામ કરે છે. મહિલાઓને અપીલ છે કે, પોતાની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ તુરંત ફરિયાદ કરે. એડીજીએ જણાવ્યું કે, મહિલાઓને પરેશાન કરનારા લોકોને સમજાવવાનું, ચેતવણી આપવાનું અને સુધરવાનો અવસર આપી એફઆઈઆર નોંધવાનું કામ કરી રહ્યા છીએ.
  First published:June 07, 2020, 16:42 pm

  टॉप स्टोरीज