CAA Protest: ઝુમ્માની નમાઝ પહેલા UPના અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ

News18 Gujarati
Updated: December 26, 2019, 10:15 PM IST
CAA Protest: ઝુમ્માની નમાઝ પહેલા UPના અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ
પ્રતિકાત્મક તસવીર

ગત ઝુમ્માની નમાઝ બાદ બબાલ થયા બાદ તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. શુક્રવારે 27 ડિસેમ્બરે ઝુમ્માની નમાઝ થશે.

  • Share this:
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી નાગરિક સંશોધન કાયદો (Citizenship Amendment Act) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર (National Register of Citizens)ના વિરોધમાં જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને હિંસા થઈ રહી છે. ગત ઝુમ્માની નમાઝ બાદ બબાલ થયા બાદ તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ (Internet services)કરવામાં આવી છે. શુક્રવારે 27 ડિસેમ્બરે ઝુમ્માની નમાઝ થશે.

ગાઝિયાબાદઃ- કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગાઝિયાબાદમાં ગુરુવાર સવારે 10 વાગ્યાથી લઈને શુક્રવારે રાત 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

આગરાઃ- જિલ્લા તંત્ર દ્વારા આગરામાં ગુરુવારે સવારે 8 વાગ્યાથી લઈને શુક્રવારે સાંજ 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા અને બ્રોડબેન્ડ સેવાઓ બંધ કરવામાં આવી છે.

બુલંદશહરઃ-કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે બુલંદશહરમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 28 ડિસેમ્બર સવારે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

ફિરોઝાબાદઃ- સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફિરોઝાબાદ તંત્ર દ્વારા ઈન્ટરનેટ સેવાઓ ઉપર એકવાર ફરીથી રોક લગાવી લીધી છે.

ગોરખપુરમાં સુરક્ષાદળોનું ફ્લેગ માર્ચગોરખપુરના એસપી સુનીલ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળોએ ગુરુવારે ફ્લેગમાર્ચ કર્યું હતું. સુરક્ષાની ભાવના ઊભી કરવા માટે ફ્લેગ માર્ચ કાઢી હતી. ગત શુક્રવારે નમાઝ પછી પથ્થર મારાની ઘટના બની હતી. સુરક્ષાદળો કાલ માટે તૈયાર છે.

ઉશ્કેરણી જનક પોસ્ટ કરવાના આરોપમાં 124 લોકોની ધરપકડ
ઉત્તર પ્રદેશ પોલીસએ સોશિલય મીડિયા ઉપર ભડકાઉ પોસ્ટ કરવાના આરોપમાં 124 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 93 એફઆઈઆર નોંધાઈ છે. 19409 સોશિયલ મીડિયા પોસ્ટ કરવમાં આવી છે.
First published: December 26, 2019, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading