Home /News /national-international /UP: 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

UP: 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

પ્રતીકાત્મક તસવીર

શેરડીના ખેતરમાંથી પીડિતાની લાશ મળી, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું સત્ય

    લખીમપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખીમપુર ખીરી (lakhimpur Kheri)જિલ્લાના ઈશાનગર પોલીસ સ્ટેશનની હદના પકરિયા ગામમાં દુષ્કર્મ બાદ હત્યાની અરેરાટી ફેલાવનારી ઘટના સામે આવી છે. મૂળે, શુક્રવારે અહીં શેરડીના ખેતરમાં 13 વર્ષની એક કિશોરીની લાશ મળી હતી. કિશોરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ અને ત્યારબાદ હેવાનિયતની વાત સામે આવી છે. મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. સાથોસાથ આરોપીઓ પર એનએસએ હેઠળ કાર્યવાહીની વાત કહી છે.

    કિશોરીના પિતાનું કહેવું છે કે બદમાશોએ તેમની દીકરી સાથે ગેંગરેપ બાદ તેની આંખો ફોડી દીધી અને તેની જીભ પણ કાપી દીધી હતી. કિશોરીની લાશ જે ખેતરમાંથી મળી તે આરોપીઓ પૈકી એકનું છે. કિશોરીના પિતાએ કહ્યું કે, તે શુક્રવાર બપોરથી જ ગુમ હતી.અમે લોકોએ તેને બધી જગ્યાએ શોધી. શેરડીના ખેતરમાં તેની લાશ મળી. તેની આંખો બહાર હતી. તેની જીભ કાપેલી હતી અને દુપટ્ટાથી તેનું ગળું રૂંધવામાં આવ્યું હતું.


    આ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

    બીજી તરફ, ધૌરહરાના સીઓ અભિષેક પ્રતાપે જણાવ્યું કે, કિશોરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે ઘટનાના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કિશોરીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

    મેડિકલ તપાસમાં દુષ્કર્મની થઈ પુષ્ટિ

    શુક્રવારે એક શેરડીના ખેતરથી કિશોરીની લાશ મળ્યા બાદથી જ પરિજનોએ દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ અને પછી ગળું દબાવીને હત્યાની વાત સામે આવી.

    આ પણ વાંચો, સેનિટાઇઝરની ચોરી કરતાં યુવકનો વીડિયો વાયરલ, કેમેરો જોતાં જ કરવા લાગ્યો આ કામ

    માયાવતીએ યોગી સરકાર પર સાધ્યું નિશાન

    મામલામાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ટ્વિટ કરી યોગી સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ લખ્યું કે, યૂપીના લખીમપુર ખીરીના પકરિયા ગામમાં દલિત સગીરાની સાથે દુષ્કર્મ બાદ ફરી તેની ઘાતકી હત્યા ખૂબ દુઃખદ અને શરમજનક છે. આવી ઘટનાઓથી સપા અને હાલની બીજેપીની સરકારમાં શું અંતર રહ્યું? સરકાર આઝમગઢની સાથે ખીરીના દોષિતો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરે, બીએસપીની આ માંગ છે.

    (ઇનપુટઃ મનોજ કુમાર)
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Crime Report, ઉત્તર પ્રદેશ, પોલીસ, હત્યા

    विज्ञापन
    विज्ञापन