30 વર્ષ સુધી પૂરાવા ગાયબ કરતો રહ્યો, જાણો 7 દિવસની પૂરી કહાની - કેવી રીતે ખતમ થયો વિકાસ દુબેનો ખેલ

News18 Gujarati
Updated: July 10, 2020, 4:36 PM IST
30 વર્ષ સુધી પૂરાવા ગાયબ કરતો રહ્યો, જાણો 7 દિવસની પૂરી કહાની  - કેવી રીતે ખતમ થયો વિકાસ દુબેનો ખેલ
ડોન વિકાસ દુબેના અંતિમ સાત દિવસની કહાની

પોલીસને મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો.

  • Share this:
કાનપુર : કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કર્યા બાદ ફરાર વોન્ટેડ પાંચ લાખના ઈનામી ગેંગસ્ટર વિકાસ દુબેને આજ સવારે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, એસટીએફની ટીમ વિકાસ દુબેને જ્યારે મધ્યપ્રદેશથી કાનપુર લઈને આવી રહી હતી તે સમયે જે ગાડીમાં વિકાસ દુબે બેઠો હતો, તે ગાડીનો એક્સીડન્ટ થઈ ગયો. પોલીસને મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો.

કાનપુરના એસએસપી દિનેશ કુમાર પ્રભુએ જણાવ્યું કે, એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દરમિયાન વિકાસ દુબેે કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી ફાયરિંગ કરી ભાગવાની કોશિસ કરી. આ સમયે એસટીએફની બીજી ગાડીઓ ત્યાં આવી પહોંચી અને પોલીસે જવાબી ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી. આ ઘર્ષણમાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, તેમાં એક ઈન્સપેક્ટર, એક એએસઆઈ અને બે સિપાઈ સામેલ છે.


  • તો જોઈએ વિકાસ દુબેની સાત દિવસની કહાની


ક્યારે પોલીસની રડારમાં આવ્યો વિકાસ દુબેઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અઠવાડીયા પહેલા હિસ્ટ્રીશીટર અપરાધી વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર વિકાસ દુબે અને તેના સાથીઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા, જ્યારે 7 ઘાયલ થયા હતા. આ ઘટનાએ ઉત્તર પ્રદેશને હચમચાવી નાખ્યું.

આ પણ વાંચો - દર્દનાક ઘટના : યુવકોના ટોળાએ લાકડી-ધોકાથી નિર્દયતાથી યુવક-યુવતીને ઘેરી ઢોર મારમાર્યો, Video વાયરલ

પોલીસના હાથમાં કેવી રીતે આવ્યો વિકાસ દુબે
યૂપીના મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મહાકાલ મંદિર પરિસરમાં પહોંચી વિકાસ બૂમો પાડતો રહ્યો કે હું વિકાસ દુબે છુ. તેને તુરંત મંદિર પરિસરમાં હાજર સુરક્ષા ગાર્ડે પકડી લીધો અને પોલીસને તેની સૂચના આપી. ત્યારબાદ મહાકાલ વિસ્તાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તેની ધરપકડ કરી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી તો તે બૂમો પાડવા લાગ્યો. હું વિકાસ દુબે છુ કાનપુરવાળો.

મીડિયાને કેમ ના લાગી કોઈ ભનક
જ્યારે યૂપીની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેસન ટીમ કાનપુર શૂટઆઉટાન મુખ્ય આરોપીને મધ્યપ્રદેશથી લઈને ચાલી, ત્યારથી મીડિયાની ગાડીઓ તેને ફોલો કરી રહી હતી. કાનપુર સીધી પણ મીડિયાની ગાડીઓ પાછળ જ હતી. પરંતુ એક જગ્યા પર લગભગ એક કિમી પહેલા મીડિયાની ગાડીઓને રોકી દેવામાં આવી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તેના તુરંત બાદ એસટીએફના કાફલામાં સામેલ એક ગાડીના અકસ્માતના સમાચાર મળ્યા.

આ પણ વાંચોઈ-કોમર્સ સાઈટ પર વેચાતો માલ ક્યા દેશમાં ક્યાં બને છે તે ફરજિયાત દર્શાવવા થઈ જાહેરહિતની અરજી

વિકાસ દુબેનું કેવી રીતે થયું એન્કાઉન્ટર
શુક્રવાર સવારે જ્યારે યૂપી એસટીએફની ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી લાવી રહી હતી ત્યારે, કાફલાની કારને અકસ્માત નડ્યો. આ દરમિયાન આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી ફાયરિંગ કરી ભાગવાની કોશિશ કર. આ સમયે એસટીએફની અન્ય ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને જવાબી ફાયરિંગમાં વિકાસ દુબેનું મોત થયું.

વિકાસ દુબેની ડેથ બોડી હાલમાં ક્યાં રાખવામાં આવી છે
વિકાસ દુબેના શબને ઘર્ષ બદ હેલટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટરોએ વિકાસ દુબેના મોતની પષ્ટિ કરી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટી કરી છે.

આ પૂરા એન્કાઉન્ટર પર પોલીસની શું થિયરી છે
એસએસપી દિનેશ કુમારે જણાવ્યું કે, વિકાસ દુબેને જ્યારે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે અમારા કાફલા પાછળ કેટલીક ગાડીઓ ફોલો કરી રહી હતી. જેના કારણે ગાડી ઝડપી ચલાવવાની કોશિશ કરવામાં આવી. વરસાદ ખૂબ હતો, જેને લઈ ગાડીએ પલટી મારી દીધી. એસએસપી અનુસાર, આ સમયે અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિશમાં હતો. અમારા એસટીએફ જવાન આ ગાડીને પાછળથી ફોલો કરી રહ્યો હતો. તેમણે કોમ્બિંગ કરી. ફાયરિંગ થઈ અને સેલ્ફ ડિફેન્સમાં વિકાસ દુબે પર ગોળી ચલાવવામાં આવી, જેને લઈ તે ઠાર થયો.

બીજેપી નેતાની હત્યા બાદ ચર્ચામાં આવ્યો હતો
વર્ષ 2001માં વિકાસ દુબેએ બીજેપીના સિનીયર નેતા સંતોષ શુક્લાની શિવલી પોલીસ સ્ટેશનની અંદર હત્યા કરી દીધી હતી. તે સમયે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હરિકિશન શ્રીવાસ્તવ અને સંતોષ શુક્લા વચ્ચે રાજનૈતિક લડાઈને લઈ તેણે આ મર્ડર કર્યું. પોલીસ સ્ટેશનમાં હત્યાને અંજામ આપ્યા બાદ પણ પોલીસ તેની ત્યાં ધરપકડ કરી શકી ન હતી. આખરે તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
Published by: kiran mehta
First published: July 10, 2020, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading