UPમાં બસ અને ટ્રક અથડાતા લાગી ભયંકર આગ, 20 લોકોનાં મોત

News18 Gujarati
Updated: January 11, 2020, 7:50 AM IST
UPમાં બસ અને ટ્રક અથડાતા લાગી ભયંકર આગ, 20 લોકોનાં મોત
અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી.

જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે.

  • Share this:
કન્નોજ : યુપીનાં કન્નોજમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત (Road accident) થયો હતો. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. જાણકારી પ્રમાણે, બસમાં આશરે 40 લોકો સવાર હતાં. હાલ મૃતકોનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

લોકો પોતાનો જીવ બચાવવા બળતી બસમાંખી બહાર કૂદ્યાં

આ અકસ્માત નજરે જોનારાઓના મતે 10થી 15 લોકો બસમાંથી કૂદીને બહાર નિકળ્યા હતાં. કાનુપર રેન્જનાં આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યુ કે, 13 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સ્લીપર બસ ફર્રુખાબાદથી જયપુર જઇ રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : હું નોબેલનો હકદાર છું, કાસિમ સુલેમાનીને મારીને અમેરિકાને ન્યાય અપાવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

આગ પર કાબૂ મેળવાયો

આ અકસ્માત અંગે કન્નોજનાં જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બસ આખેઆખી બળી ગઇ છે. ઇજાગ્રસ્તોમાંથી 13 લોકોને મેડિકલ કોલેજ તિર્વામાં રિફર કરવામાં આવ્યાં છે.
અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી.


ખબર પ્રમાણે, આ બસ ફરૂખાબાદથી જયપુર જઇ રહી હતી. જ્યાં છિબરામઉનાં ધિલોઇ ગામની પાસે આ દુર્ઘટના ઘટી છે. સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાને ગંભીર ગણાવીને ડીએમ અને એસપીને ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે. સીએમે જણાવ્યું છે કે, ઘાયલોને તત્કાલ મેડિકલ સુવિધા અપાવવામાં આવે.



મૃતકનાં પરિવારને 2 લાખની જાહેરાત

આ અકસ્માતનાં મૃતકોનાં પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી રામનરેશ અગ્નિહોત્રીને ઘટનાસ્થળે જવાનો તત્કાળ નિર્દેશ અપાયો છે. સીએમ યોગીએ આખા મામલાની ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગી છે. આ સાથે મૃતકોનાં પરિવાર પ્રતિ સીએમએ શોકની લાગણી વ્યક્તિ કરી છે.
First published: January 11, 2020, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading