પ્રેગ્નેન્ટ પત્નીને ભાવુક અંતિમ પત્ર લખી પતિએ આપઘાત કર્યો, 'હું ભલે મરી જાવ, મારા સંતાનને જરૂર જન્મ આપજે'

પ્રતિકાત્મક તસવીર

Father's Day Jhansi Suicide : સુસાઇડ કરનાર એક વ્યક્તિએ ટ્રેનના પાટા નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી નાખી, વાંચીને હ્યદય દ્રવી ઉઠશે

  • Share this:
    અશ્વિની કુમાર મિશ્રા : ફાધર્સ ડે (Fathers Day) પર લોકોએ જાત જાતની ઉજવણી કરી અને પોતાના પિતા સાથેની તસવીરો વાયરલ કરી. સોશિયલ મીડિયા પિતાના પ્રેમની સરિતાથી છલકાઈ ગયું. જોકે, આ દિને દેશના જુદા જુદા વિસ્તારોમાં કેટલીક કરૂણાંતિકાઓ પણ ઘટી. જેમાની એક એવી ઘટના સામે આવી છે જે તમારા રૂવાંડા ઊભા કરી નાખશે. આ ઘટનામાં એક પતિએ ગર્ભવતી પત્નીને અંતિમ ચિઠ્ઠી લખીને આપઘાત કરી નાખ્યો છે. જોકે, તેણે લખેલી અંતિમ ચિઠ્ઠીની એક જ લાઇન તમારું કાળજું કંપાવી શકે છે. તેમે લખ્યું 'હું ભલે મરી જાવ પણ મારા સંતાનને જરુર જન્મ આપજે'. ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ઝાંસીની (Jhansi) આ ઘટના સૌના માટે હ્યદ દ્રાવક સમાન છે.

    બનાવની વિગતો એવી છે કે ફાધર્સ ડેના દિવસે ઉત્તર પ્રદેશના ઝાંસી રલવે સ્ટેશન પાસે આરઆઈ સી કેબિન વચ્ચે મુંબઈ રેલવે લાઇન પર એક યુવકનો લોહીથ લથબથતો મૃતદેદ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી તો યુવક ટ્રેન નીચે કપાઈને મરી ગયો હતો.

    આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

    યુવકના કપડાંની તપાસ કરતા તેમનાથી પત્નીને લખેલી ભાવુક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી 'હું ભલે મરી જાવ પણ મારા સંતાનને જરૂર જન્મ આપજે, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારો મૃતદેહ મારા ઘરે પહોંચાડી દેજો. મારી પત્ની પીયર ગઈ છે, તેનું નામ મરિયમ છે. આઈ.લવ.યૂ મરિયમ મારી ચિંતા ન કરતી હું હંમેશા તારી સાથે રહીશ. મેં શું કરવા આત્મહત્યા કરી તે મારી પત્ની કહેશે. મારી અંતિમ ઇચ્છા એટલી જ છે કે મારી અંતિમવિધિ મારી પત્ની મરિયમ કરે બીજું કોઈ નહીં. આ ઉપરાંત મરિયમ તું બીજા લગ્ન ન કરતી'

    આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

    યુવક હિંદુ અને યુવતી મુસ્લિમ હતી

    આ આપઘાત કરનાર યુવકનું નામ ભુપેન્દ્ર યાદવ હતું. જે છતરપુરનો રહેવાસી હતો. ભુપેન્દ્રએ મરિયમ સાથે લવ મેરેજ કર્યા હતા. જોકે, સમાજે તેને સ્વીકાર કર્યો નહોતો. મરિયમ ગર્ભવતી હતી અને તેણે આત્મહત્યા કરી નાખી હતી. જોકે, ધર્મ અને ધર્માંતરણના વાદ વિવાદ વચ્ચે આ ઘટનામાં એક પરિવારે પુત્ર અને એક પત્નીએ પતિ તેમજ એક આવનારા સંતાને જન્મતા પહેલાં જ પિતા ગુમાવ્યો છે.
    Published by:Jay Mishra
    First published: