UP : જનરથ બસ યમુના એક્સપ્રેસવેથી નીચે પડી, 29 લોકોનાં મોત

News18 Gujarati
Updated: July 8, 2019, 3:19 PM IST
UP : જનરથ બસ યમુના એક્સપ્રેસવેથી નીચે પડી, 29 લોકોનાં મોત
દુર્ઘટના સમયે બસમાં 44 લોકો સવાર હતા.

લખનઉથી ગાજિયાબાદ જઈ રહેલી બસ રેલિંગ તોડી 50 ફુટ ઊંડા નાળામાં પડી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આગ્રાના એતામ્દપુર પાસે યમુના એક્સપ્રેસ છે પર સોમવારે વહેલી પરોઢે માર્ગ દુર્ઘટનામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના નાળાની પાસે થયો જ્યારે અવધ ડેપોની જનરથ બસ એક્સપ્રેસવેની રેલિંગ તોડીને 50 ફુટ ઊંડા નાળામાં પડી. દુર્ઘટના સમયે બસમાં 44 લોકો સવાર હતા. હજુ સુધી 10 શબોને બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. નાળામાં પાણી ભરાયેલું હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. બસ લખનઉથી ગાજિયાબાદ જઈ રહી હતી. ઘટનાસ્થળે ડીએમ અને એસએસપીની સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.

મૃતકોમાં એક બાળકી પણએસએસપી બબલૂ કુમારે જણાવ્યું કે લખનઉથી દિલ્હી તરફ જઈ રહેલી બસ યમુના એક્સપ્રેસવે પર રેલિંગ તોડીને નાળામાં પડી. આ દુર્ઘટનામાં હજુ સુધી 17 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 29 લોકોનાં મોત થયા છે, જેમાં એક બાળકી પણ સામેલ છે. એસએસપીએ જણાવ્યું કે શક્ય છે કે ડ્રાઇવરની આંખ લાગી ગઈ હોય અને તેને કારણે દુર્ઘટના બની હોય. હાલ રેસ્ક્યૂ ઓપરેશન લગભગ પૂરું થઈ ચૂક્યું છે. મુસાફરોના સામાનથી મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જનરથ બસ નાળામાં પડતાં 29 લોકોએ જીવ ગુમાવ્યા.


આગ્રાના જિલ્લાધિકારી એનજી રવિ કુમારે પણ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 29 શબોને બહાર કાઢવામાં આવ્યા છે. એક કલાકમાં રાહત - બચાવ કાર્ય પૂર્ણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે નાળામાં પાણી હોવાના કારણે મોતનો આંકડો વધુ થયો છે.

મુખ્યમંત્રીએ વળતરની કરી જાહેરાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને પાંચ-પાંચ વળતર આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, માર્ગ દુર્ઘટનાની ગંભીર નોંધ લેતા તેમણે અધિકારીઓને રાહત-બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેઓએ કહ્યું છે કે ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે.

બસ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો, શંકા કરતી પત્નીને મારી નાખી, બાદમાં 3 બાળકોની હત્યા કરી ફાંસો ખાઈ લીધો
First published: July 8, 2019, 7:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading