Home /News /national-international /

UP Crime: પુત્રીને યુવક સાથે આપત્તીજનક સ્થિતિમાં જોઈ ગયા પિતા, પછી ગુસ્સે થઈ કરી નાખ્યું આવું કૃત્ય

UP Crime: પુત્રીને યુવક સાથે આપત્તીજનક સ્થિતિમાં જોઈ ગયા પિતા, પછી ગુસ્સે થઈ કરી નાખ્યું આવું કૃત્ય

પ્રતિકાત્મક તસવીર

Uttar pradesh crime news: હરાજગંજ (Maharajganj) જિલ્લાના કોલ્હુઇ વિસ્તારના ગામમાં 14 માર્ચના રોજ હત્યા (Murder) કરીને સાઇફનમાં ફેંકી દેવામાં આવેલી કિશોરીની લાશ બાબતે પોલીસ સત્ય બહાર લાવી છે.

    મહરાજગંજ: ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) વધુ એક તરુણીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો (UP crime) સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મહરાજગંજ (Maharajganj) જિલ્લાના કોલ્હુઇ વિસ્તારના ગામમાં 14 માર્ચના રોજ હત્યા (Murder) કરીને સાઇફનમાં ફેંકી દેવામાં આવેલી કિશોરીની લાશ બાબતે પોલીસ સત્ય બહાર લાવી છે. આ કેસ ઓનર કિલિંગનો (Honour killing) હોવાનું ખુલ્યું છે. પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર ગામના યુવક સાથે પુત્રીને વાંધાજનક હાલતમાં જોયા બાદ પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી હતી અને લાશને સાઈફનમાં નાખી દીધી હતી. આ કેસમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર આરોપી શખ્સ અને પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

    એસપી પ્રદીપ ગુપ્તાના જણાવ્યા અનુસાર, 14 માર્ચના રોજ ગામની બહાર સાયફનમાં ગ્રામજનોને કિશોરીની લાશ મળી આવી હતી. આ લાશ જોઈ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. કોલ્હુઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અજિતસિંહે આ કેસની તપાસ કરી હતી.

    આ પણ વાંચોઃ-Domestic Violence: અમદાવાદના ધંધામાં નુકસાન થતાં પતિએ દહેજ માંગી પત્નીના કર્યા હાલ બેહાલ

    આ કેસમાં એસપીએ જણાવ્યું હતું કે, તપાસ બાદ ખબર પડી કે ગામના એક યુવકને કિશોરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે કિશોરીના પિતાને અનેક વાર યુવકને ટોક્યો હતો. આ દરમિયાન ઘટનાની સાંજે કિશોરી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેના પિતા તેની શોધમાં ગામની બહાર બગીચામાં પહોંચી ગયા હતા. ત્યાં યુવક સાથે પુત્રીને વાંધાજનક હાલતમાં જોતા ગુસ્સે થઈ ગયા હતા.

    આ પણ વાંચોઃ-Accident: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત

    ગુસ્સામાં આવીને પિતાએ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ સમય દરમિયાન આરોપી યુવક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. કોલ્હુઇ પોલીસે આ કેસમાં અનેક શકમંદોની પૂછપરછ કરી હતી, પરંતુ તેમને કોઇ કડી મળી ન હતી. કિશોરીના ભાઈ અને પિતાને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. અલગ અલગ પૂછપરછ કરવામાં આવતા બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.

    કડક પૂછપરછ બાદ ભાઈએ પોતાની બહેનની હત્યાનું રહસ્ય ખોલ્યું હતું. ત્યારબાદ પોલીસે પિતા અને આરોપીને કસ્ટડીમાં લીધા હતા. બંનેએ પોતાના ગુના કબૂલી લીધા હતા. પોલીસે યુવતીના પિતાને હત્યા કરી લાશને છુપાવવા સબબ અને આરોપી યુવક રાકેશ યાદવને બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં જેલમાં મોકલી આપ્યા હતાં.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Honour killing, ​​Uttar Pradesh News

    આગામી સમાચાર