Honour Killing: પિતા અને ભાઈ બન્યા હેવાન, 17 વર્ષની દીકરીને થયો પ્રેમ, આપી મોતની સજા
Honour Killing: પિતા અને ભાઈ બન્યા હેવાન, 17 વર્ષની દીકરીને થયો પ્રેમ, આપી મોતની સજા
ઉત્તર પ્રદેશ ઓનર કિલીંગ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) આ કેસ ઓનર કિલિંગ (Honour Killing) નો છે અને શુક્રવારે મોડી રાત્રે બંને આરોપીઓનીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ઢોરનો શેડ છોકરીના ઘરની પાછળ છે. કેટલાક ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી કે યુવતીની હત્યા કરવામાં આવી હતી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ફરી એકવાર ઓનર કિલિંગ (Honour Killing) નો એક મામલો સામે આવ્યો છે. અહીં 17 વર્ષની યુવતી જેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી, ઓનર કિલિંગના કેસમાં તેના ભાઈ અને પિતાની હાલ ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ગુર્હા કાલા ગામની રહેવાસી છોકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી એક છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ તેના પરિવારજનો આ સંબંધનો વિરોધ કરતા હતા અને તેમને આ સંબંધ મંજૂર નહોતો.
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (સર્કલ ઓફિસર નરૈની) નીતિન કુમારે શનિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, બુધવારે આ યુવતીનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી અને તેને ઢોર રાખવાની જગ્યા નીચે દાટી દેવામાં આવી હતી.
ગ્રામજનોએ આ વાતની જાણ પોલીસને કરી હતા કે યુવતીની હત્યા કરીને તેનો મૃતદેહ આ પ્રકારે જમીનમાં દાટી દેવામાં આવ્યો છે. જે બાદ પોલીસ દ્વારા ત્વરિત ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને યુવતીના મૃતદેહને જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યો, જે બાદ તેને પેસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
યુવતીના મૃતદેહને શુક્રવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જે બાદ મોડી સાંજે શનિવારે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે યુવતીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે. આ સાથે જ વધુમાં નીતિન કુમારે જણાવ્યું કે યુવતીના શરીર પર પણ કેટલાક ઈજાના નિશાન મળી આવ્યા છે.
તેમણએ જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવતીના પિતા દેશરાજ અને ભાઈ ધનંજય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, આ કેસ ઓનર કિલિંગનો છે અને શુક્રવારે મોડી રાત્રે બંને આરોપીઓનીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ઢોરનો શેડ છોકરીના ઘરની પાછળ છે. કેટલાક ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી કે યુવતીની હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને આ રીતે જમીનમાં દફનાવવામાં આવ્યો છે.