પ્રેમ લગ્ન બાદ પરિવાર સાથે ગામ બહાર કાઢી મૂક્યાં, યુવક પર ધર્મ પરિવર્તન માટે દબાણ

અમિત અને આરજૂ

હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ લગ્ન કર્યા બાદ ગામ લોકોએ યુવકના પરિવારને માર મારીને ગામ બહાર કાઢી મૂક્યો.

 • Share this:
  ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં અલગ અલગ ધર્મના યુગલે લગ્ન કર્યા હતા. બાદમાં ગામના લોકોએ યુવકને તેના પરિવાર સાથે ગામ બહાર કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં થાણા પ્રભારી સહિત યુવતીના પરિવારના લોકો યુવક પર ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરી રહ્યા છે. આ મામલે પીડિત યુગલે સિટી એસપી ઓફિસ પહોંચીને મદદ માંગી છે. આ આખો બનાવ જનપદના બિહારીયગઢ પોલીસ મથક વિસ્તારનો છે. જ્યાં અલગ અલગ ધર્મના યુવક અને યુવતીએ લગ્ન કર્યા હતા. બાદમાં યુવકના પરિવારજનોને જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. (આ પણ વાંચો : જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે, આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ : મેવાણી)

  પ્રેમી યુગલે પોલીસ અધિકારી પાસે માંગી સુરક્ષા

  પ્રેમી યુગલે ગંભીર આરોપ લગાવ્યો કે થાણા પ્રભારીએ યુવક સાથે મારપીટ કરી હતી અને ધર્મ પરિવર્તન કરવા માટે તેના પણ દબાણ કર્યું હતું. બાદમાં પ્રેમી યુગલે પોલીસ અધિકારી પાસેથી સુરક્ષાની માંગણી કરી છે. આ બનાવ બિહારીગઢ વિસ્તારના કુડી ખેડા ગામમાં બન્યો હતો. અહીં રહેતા અમિત નામના યુવકે ગામની જ મુસ્લિમ યુવતી આરજૂ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા દિવસ પહેલા જ બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જ્યારે આ અંગેની જાણ ગામના લોકોને થઈ ત્યારે તેમણે અમિતના પરિવાર સાથે મારપીટ કરી હતી અને તેને ગામ બહાર કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં પ્રેમી યુગલને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

  આ પણ વાંચોઅલ્પેશના 'સફળ પ્રેમ લગ્ન'ની રસપ્રદ કહાની, 'Love કરવાની એક અલગ મજા છે'

  અમિત સામે કેસ દાખલ

  પ્રેમ લગ્ન બાદ આરજૂના પરિવારે અમિત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આરોપ છે કે પોલીસે અમિતની ધરપકડ કરી લીધી હતી અને જેલમાં તેની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ અમિત તેની પત્ની સાથે એસએસપી ઓફિસ પહોંચ્યો હતો અને મદદ માટે વિનંતી કરી હતી. અમિતે જણાવ્યું કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. જે બાદમાં ગામના લોકોએ મારા પરિવાર સાથે મારપીટ કરીને તેમને ગામ બહાર કાઢી મૂક્યા છે. સાથે જ થાણા પ્રભારી પર મારપીટ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: