#News18OperationHathras: FIR કરનાર SOનું ચોંકાવનારું નિવેદન, પહેલા ફક્ત એક આરોપી હતો, ગેંગરેપની વાત નકારી

#News18OperationHathras: FIR કરનાર SOનું ચોંકાવનારું નિવેદન, પહેલા ફક્ત એક આરોપી હતો, ગેંગરેપની વાત નકારી
હાથરસ કેસ : SOનું નિવેદન : પહેલા ફક્ત 1 આરોપી હતો, પછી ત્રણ નામ જોડવામાં આવ્યા

હાથરસના નિલંબિત ઇન્સપેક્ટર દિનેશ શર્માએ કહ્યું - પ્રથમ ફરિયાદમાં પીડિતાએ, તેની માતાએ કે ભાઈએ બળાત્કારની વાત કહી ન હતી. રેપની વાત પછી કહેવામાં આવી હતી. આ ફક્ત કલમ 307નો મામલો છે

  • Share this:
    નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 19 વર્ષની એક દલિત યુવતી સાથે થયેલા કથિત ગેંગરેપ અને તેના મોત પછી અડધી રાત્રે થયેલા અંતિમ સંસ્કારને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. #News18OperationHathras અંતર્ગત News18ની ટીમ ગુપ્ત કેમેરા સાથે આ મામલામાં કરવામાં આવેલા ખોટા દાવા અને જુઠી ખબરો પાછળ છુપાયેલી સચ્ચાઇને જાણવા માટે હાથરસ પહોંચી છે. જેમાં એ માહિતી સામે આવી છે કે પીડિતા સાથે આખરે શું થયું હતું? ન્યૂઝ 18 એ આ ઘટના સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરી, જેમણે આ કેસને સૌ પહેલા હેન્ડલ કર્યો હતો. હાથરસના નિલંબિત ઇન્સપેક્ટર દિનેશ શર્મા સાથે ન્યૂઝ 18એ મુલાકાત કરી હતી. દિનેશ શર્માએ કહ્યું કે તેને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ કે તે આ મામલાને દબાવી શક્યો ન હતો. 14 તારીખે જે ફરિયાદ કરવામાં આવી હતી કે તેમાં કહેવામાં આવ્યું હતું કે સંદીપે જાનથી મારી નાખવાના ઇરાદાથી પીડિતાનું ગળુ દબાવ્યું હતું.

    એસઓ દિનેશ શર્માએ કહ્યું કે સૌથી પહેલા એફઆઈઆર ફક્ત એક આરોપી સંદીપ સામે કરવામાં આવી હતી. ચાર આરોપી રાજનીતિના કારણે આવી ગયા છે. તેમને કહેવામાં આવ્યું હશે કે 25-30 લાખ રૂપિયા મળી જશે. દિનેશ શર્માએ કહ્યું કે આ ગેંગરેપનો કેસ નથી. પ્રથમ ફરિયાદમાં પીડિતાએ, તેની માતાએ કે ભાઈએ બળાત્કારની વાત કહી ન હતી. રેપની વાત પછી કહેવામાં આવી હતી. આ ફક્ત કલમ 307નો મામલો છે. દિનેશ શર્માએ કહ્યું કે 14ના રોજ જે મેડિકલ થયું હતું તેમાં રેપની વાત સામે આવી ન હતી. ફરી 22 તારીખે ઇન્ટનર્લ મેડિકલ થયું હતું. જેમાં પણ કશું સામે આવ્યું ન હતું.



    આ પણ વાંચો - એમએસ ધોની ક્યારેય નહીં તોડી શકે દિનેશ કાર્તિકના આ 10 રેકોર્ડ

    એસઓ દિનેશ શર્માએ કહ્યું કે બળાત્કારની વાત યુવતીના માતાના, યુવતીના ભાઈ કે યુવતીના મગજમાં ન હતી. એલઆઈયૂના રિપોર્ટ પ્રમાણે પરિવાર યુવતીની લાશ રાખીને સીએમ યોગી આદિત્યનાથને બોલાવવાની માંગણી કરવાના હતા. જેથી યુવતીના રાત્રે અંતિમ સંસ્કાર કર્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:October 07, 2020, 17:50 pm