પોલીસ સ્ટેશનની બહાર જ સાળા-બનેવી વચ્ચે મારા મારી, મહિલાઓ પણ ભીડાઈ - See Video

સાળા - બનેવી વચ્ચે મારા મારી - viral video

રામકિશોરે પોતાની દીકરી કિરણના લગ્ન શાહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ સિકંદરપુર કલ્લુનમા રહેવાસી વિમલેષની સાથે કરાવ્યા હતા

 • Share this:
  હરદોઇ : હરદોઇ (Hardoi) કે શાહાબાદ પોલીસ સ્ટેશનની સામે જ પતિ-પત્ની (Husband Wife) અને તેમના પરિજનો વચ્ચે સમાધાન કે સમજોતો થાય તે પહેલા જ જબરદસ્ત મારા મારી શરૂ થઈ ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. પોલીસે આ મામલે 4 લોકોને હિરાસતમાં લીધા છે અને કાર્યવાહી શરૂ કરી છે.

  ઉલ્લેખનીય છે કે, શાહજહાંપુર જનપદ હથૌડા ચૌરાહાના રહેવાસી રામકિશોરે પોતાની દીકરી કિરણના લગ્ન શાહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ સિકંદરપુર કલ્લુનમા રહેવાસી વિમલેષની સાથે કરાવ્યા હતા. રામકિશોરે જણાવ્યું છે કે વિમલેશ ડ્રગ્સનું વ્યસન છે અને તેના કારણે તે દરરોજ તેની દીકરી કિરણને મારતો રહે છે. તેમણે કહ્યું કે, એક અઠવાડિયા પહેલા તેણે તેની પુત્રીને તેના મામાના ઘરે બોલાવી હતી. બાદમાં સોમવારે વિમલેશ તેના 8 મહિનાના બાળકને શાહજહાંપુરથી ગુપ્ત રીતે લઈ ગયો. આ બાબતે આજે શાહબાદ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાર થવાનો હતો.

  પોલીસ સ્ટેશન સામે થયેલા હુમલાનો વીડિયો જુઓ  પરંતુ પોલીસ સ્ટેશન પહોંચતા પહેલા જ ગેટ પર જ કંઇક બાબતે પતિ -પત્ની વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ બંનેએ ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે પોલીસ સ્ટેશનની બહાર હલ્લો સંભળાયો તો પોલીસકર્મીઓ ભાગતા બહાર દોડી આવ્યા અને મામલો શાંત પાડ્યો. એએસપી અનિલ કુમાર યાદવે જણાવ્યું કે, પોલીસે આ કેસમાં 4 લોકોને કસ્ટડીમાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published: