હાથરસ કાંડ : પીડિતાના ઘરે પહોંચેલા ડીએમે કહ્યું - નિવેદન બદલવું છે કે નહીં, મીડિયા આજે છે કાલે નહીં હોય

News18 Gujarati
Updated: October 1, 2020, 11:12 PM IST
હાથરસ કાંડ : પીડિતાના ઘરે પહોંચેલા ડીએમે કહ્યું - નિવેદન બદલવું છે કે નહીં, મીડિયા આજે છે કાલે નહીં હોય
હાથરસ કાંડ : પીડિતાના ઘરે પહોંચેલા ડીએમે કહ્યું - નિવેદન બદલવું છે કે નહીં, કાલે અમે બદલ્યા તો...જુઓ Video

DMએ કહ્યું - મીડિયા આજે તમારી આગળ-પાછળ ફરી રહ્યું છે, થોડાક દિવસો પછી તે તમારી સાથે નહીં હોય. અમે જ સાથે રહીશું

  • Share this:
હરદોઈ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)હાથરસ (Hathras)કાંડનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (DM) પ્રવિણ કુમાર બળાત્કાર પીડિતાના ઘરે બેસેલા જોવા મળી રહ્યા છે. તેમની પાછળની ખુરશી પર પોલીસકર્મી પણ જોવા મળે છે. તમને જાણીને દુખદ આશ્ચર્ય થશે કે ડીએમ પ્રવિણ કુમાર પીડિત પરિવારને કોઈ ભરોસો આપવા માટે પહોંચ્યા નથી પણ ધમકીભર્યા અંદાજમાં વાતચીત કરી રહ્યા છે.

વીડિયોમાં સંભળાય છે કે ડીએમ પ્રવિણ કુમાર પોતાની સાથે ખુરશી પર બેસેલા વૃદ્ધને નિવેદન બદલવાની ધમકી આપી રહ્યા છે. તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે મીડિયા આજે તમારી આગળ-પાછળ ફરી રહ્યું છે, થોડાક દિવસો પછી તે તમારી સાથે નહીં હોય. અમે જ સાથે રહીશું. જેથી તમે જોઈ લો કે નિવેદન બદલવું છે કે નથી બદલવું. કાલે અમે પણ બદલી ગયા તો.

આ પણ વાંચો - હાથરસ જઈ રહેલા રાહુલ સાથે ધક્કામુક્કી થતા પડી ગયા, કહ્યું - પોલીસે મને ધક્કો માર્યો, લાઠી મારી

આ વીડિયો સામે આવ્યા પછી આ વિસ્તારનો લોકોનો ડીએમ પરથી વિશ્વાસ ખતમ થઈ ગયો છે. આશા હતી કે ડીએમ આ પીડિત પરિવારની મદદ કરશે પણ તે તો પીડિતના ઘરે પહોંચીને ધમકાવતા જોવા મળ્યા હતા.


તમને જણાવી દઈએ કે આ પહેલા પીડિતાના નિવેદનનો વીડિયો પણ વાયરલ થયો હતો. મોત પહેલા તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે તેની સાથે બળાત્કાર થયો છે. આ પછી દુપટ્ટાથી ગળું દબાવવામાં આવ્યું હતું. આરોપી સંદીપ અને રવિએ તેની સાથે બળાત્કાર કર્યો છે. તે સમયે રામકુમાર અને લવકુશ પણ હાજર હતા. હાલ ચારેય આરોપી જેલમાં છે.બીજી તરફ સફદરજંગ હોસ્પિટલના (Safdarjung Hospital)ડોક્ટરોના પેનલ દ્વારા કરેલા પોસ્ટમોર્ટમમાં (Postmortem Report) કહેવામાં આવ્યું છે કે યુવતીનું મોત ગળાનું હાટકું તુટવાથી થયું છે. ગળા પર ઇજાના નિશાન પણ મળ્યા છે. રિપોર્ટમાં બળાત્કારની વાત કરવામાં આવી નથી.
Published by: Ashish Goyal
First published: October 1, 2020, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading