12 વર્ષની માસૂમની સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા, પોલીસની સઘન તપાસ ચાલુ

News18 Gujarati
Updated: March 23, 2020, 8:10 AM IST
12 વર્ષની માસૂમની સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા, પોલીસની સઘન તપાસ ચાલુ
ઘટનાસ્થળે તપાસમાં લાગેલા એસ.પી. શ્લોક કુમાર

કિશોરી ઘરે એકલી જ હતી, પરિવાર ખેતીકામથી ઘરે આવ્યો તો દૃશ્ય જોઈને હોશ ઊડી ગયા

  • Share this:
હમીરપુરઃ ઉત્તર પ્રદેશના હમીરપુર (Hamirpur)  જિલ્લામાં એક 12 વર્ષની કિશોરીની નિર્મમ હત્યા (Murder) થી વિસ્તારમાં હોબાળો થઈ ગયો કિશોરીની નગ્ન અવસ્થામાં લાશ મળતાં દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કિશોરીના ચહેરા પર લોખંડની કોઈ વસ્તુથી હુમલો કરી હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ (Police)એ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સાથોસાથ તપાસ માટે અનેક ટીમોની રચના કરી દેવામાં આવી છે.

કિશોરી ઘરે એકલી જ હતી

મામલો હમીરપુર જિલ્લાના ચિકાસી પોલીસ સ્ટેશનનો છે જ્યાં 12 વર્ષીય કિશોરી ઘરે એકલી જ હતી. તેના માતા-પિતા તથા બહેન ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. મોડી સાંજે જ્યારે પરિજન ઘરે પહોંચ્યા તો ત્યાંનો દૃશ્ય જોઈ તેમના હોશ ઊડી ગયા. ઘરમાં કિશોરીની લાશ નગ્ન અવસ્થામાં મળી. તેના કારણે પરિજનોએ દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી. લાશને જોઈને હત્યારાઓની હેવાનિયત સ્પષ્ટ નજરે પડે છે. મળતી માહિતી મુજબ કોઈ ભારે વજનની વસ્તુથી માથા અને ચહેરા પર પ્રહાર કરી કિશોરીની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો, દારૂડિયા પતિથી કંટાળેલી પત્નીએ નેઇલ ગનથી ફટકારીને કરી દીધી હતી, આવી રીતે ખુલી પોલ

હત્યારાની શોધખોળ માટે પાંચ ટીમોની રચના

ઘટનાની જાણ થતાં જ એસપી સહિત ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમ પહોંચી. ઘટનાની તપાસ માટે એસ.પી. શ્લોક કુમારે પોલીસની પાંચ ટીમોની રચના કરી છે. એસ.પી.એ જણાવ્યું કે, સૂચના મળી હતી કે એક 12 વર્ષીય કિશોરીની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ પોલીસની ટીમ પહોંચી અને તપાસમાં લાગી છે. કેટલાક સંદિગ્ધ લોકોની અટકાયત કરવામાં આવી છે. સાથોસાથ પાંચ ટીમ તપાસમાં લાગી છે. ટૂંક સમયમાં હત્યારાનો ખુલાસો થશે. દુષ્કર્મની પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થશે. ક્રાઇમ સીનને જોતાં લાગે છે કે એક જ શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો હશે.આ પણ વાંચો, કોરોનાનો હાહાકારઃ COVID-19ના ડરથી UPમાં બે યુવકોએ કરી આત્મહત્યા
First published: March 23, 2020, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading