Home /News /national-international /Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેના પહેલા દિવસે શું મળ્યું? સૂત્રોએ જણાવી વિગતો
Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેના પહેલા દિવસે શું મળ્યું? સૂત્રોએ જણાવી વિગતો
જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque)પરિસરમાં કડક સુરક્ષા વચ્ચે શનિવારે સર્વે-વીડિયોગ્રાફીનું (Gyanvapi Mosque Survey)કામ શરૂ કરવામાં આવ્યું
Gyanvapi Mosque news : સૂત્રોએ જણાવ્યું કે અગાઉ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં બે ભોંયરાઓની વાત કરવામાં આવી રહી હતી. જોકે, ત્યાં સર્વે ટીમને ચાર ભોંયરાઓ મળી આવ્યા હતા, જેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે
વારાણસી : ઉત્તરપ્રદેશના (uttar pradesh)વારાણસી સ્થિત પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque)પરિસરમાં કડક સુરક્ષા વચ્ચે શનિવારે સર્વે-વીડિયોગ્રાફીનું (Gyanvapi Mosque Survey)કામ શરૂ કરવામાં આવ્યું હતું. શનિવારે અહીં ચાર કલાક સુધી સર્વે કરવામાં આવ્યો હતો જે હવે પૂર્ણ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે મસ્જિદ પરિસરમાં સ્થિત ચાર ભોંયરાઓનું સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વેની કામગીરી રવિવારે પણ ચાલુ રહેશે.
અહીં મસ્જિદ પરિસરના ભોંયરાઓની વીડિયોગ્રાફી માટે ખાસ લાઇટિંગ અને કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્વે ટીમમાં વાદી, પ્રતિવાદી, તેની સાથે સંકળાયેલા વકીલો, એડવોકેટ્સ કમિશનર અને મદદનીશ એડવોકેટ્સ કમિશનરનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં બે ભોંયરાઓની વાત કરવામાં આવી રહી હતી. જોકે, ત્યાં સર્વે ટીમને ચાર ભોંયરાઓ મળી આવ્યા હતા, જેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં પાંચમી ટનલ આકારનું ભોંયરું પણ મળ્યું છે, જેના માટે ટીમ આવતીકાલે (રવિવારે) અંદર જઈ સર્વે કરશે. આ સાથે તેમણે કહ્યું કે મંદિરની ટોચની જગ્યાએ મસ્જિદનો ગુંબજ મૂકવાના સંકેત મળ્યા છે. ભોંયરાઓની અંદરથી ત્રિશૂળ, સ્વસ્તિક, પ્રાચીન ખડકો, ખંડિત મૂર્તિઓ અને દીવા રાખવાની જગ્યા મળી આવી છે. આ સિવાય દિવાલો પર સાપ અને હંસની કલાકૃતિઓ પણ જોવા મળી છે.
વારાણસીના પોલીસ કમિશનર એ સતીશ ગણેશે કહ્યું, સર્વેનું કામ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. કોઈપણ પક્ષે કોઈ અવરોધ ઊભો કર્યો નથી. બધું સામાન્ય છે. અમે (પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ) સર્વેની કામગીરી પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.' તેમણે કહ્યું કે, આજનો સર્વે પૂર્ણ થયો છે. આવતીકાલે (રવિવાર) ફરી એકવાર સર્વે શરૂ કરવામાં આવશે.
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેને લઈને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં પરિસરના 500 મીટરની અંદર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ગોદૌલિયા અને મેદાગીન વિસ્તારોમાંથી વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શનિવારે 1,500થી વધુ પોલીસકર્મીઓ અને પીએસી જવાનોને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
" isDesktop="true" id="1208950" >
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ ધામની નજીક આવેલી છે. અહીંની એક વારાણસી કોર્ટ તેની બહારની દિવાલો પરની મૂર્તિઓ સામે દરરોજ પ્રાર્થના કરવાની પરવાનગી માંગતી પાંચ મહિલાઓના સમૂહની અરજી પર સુનાવણી કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સિવિલ કોર્ટના જજ (સીનિયર ડિવિઝન) દિવાકરે સમગ્ર મસ્જિદ પરિસરની વીડિયોગ્રાફી કરીને 17 મે સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર