ગ્રેટર નોઇડા : ગ્રેટર નોઈડાના જેવર શહેરમાં મહોલ્લા રાવતિયામાં રહેતો 20 વર્ષીય વ્યક્તિના મોબાઈલ પર આકાશમાંથી વીજળી પડતાં તે ફાટ્યો, જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે. મૃતક ગૌતમ ભારતીયના લગ્ન 7 મહિના પહેલા જ થયાા હતા. મૃત્યુના સમાચાર સાંભળતાં જ પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. મૃતકના ભાઈએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને પોલીસે લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
મૃતકના ભાઈ પુર્ષોત્તમે જણાવ્યું હતું કે, ગૌતમ ભારતીય ખેતરની મુલાકાતે ગયો હતો. આ દરમિયાન તે ભારે વરસાદમાં ઘેરાી ગયો હતો. પરિવારે તેની આખી રાત શોધખોળ કરી, પરંતુ તે ક્યાંય મળી શક્યો નહીં.
આ પણ વાંચો -
અરવલ્લીમાં હૃદયદ્વાવક ઘટના: બે બાળકો અને માતા-પિતાએ સામુહિક આપઘાત કરતા ચકચાર
પડોશના લોકો પશુઓ માટે ઘાસચારો લેવા ખેતરોમાં ગયા હતા. તેમણે જોયું કે ગૌતમ ઝૂંપડામાં પલંગ પર સૂતો હતો. તેના મોંઢા અને કાનમાંથી લોહી નીકળ્યું હતું અને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પુરુષોત્તમ કહે છે કે, ગૌતમે સાત મહિના પહેલા લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. મૃત્યુના સમાચાર સાંભળતાં જ પત્ની સહિત પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો - થરાદ હત્યા મામલો : હત્યારી પત્નીએ કર્યો ખૂલાસો, પત્નીએ જ પ્રેમી સાથે મળી આ રીતે કરી પતિની હત્યા
જેવરના ઇન્ચાર્જ સ્ટેશન અધિકારીના જણાવ્યા મુજબ, ભારે વરસાદથી બચવા માટે ગૌતમ ખેતરોની ઝૂંપડીમાં બેઠો હતો અને ઈયરફોનથી ફોન પર વાત કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વીજળી પડતાં મોબાઇલ ફોન ફૂટ્યો હતો અને તે બળી ગયો હતો. આ કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સોમવારે તેનો મૃતદેહ ઝૂંપડીમાં પથારી પર પડેલો મળી આવ્યો હતો. પોલીસે ડેડબોડી લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.