ઉન્નાવ દુષ્કર્મ કેસ : અકસ્માતની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ

ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર (ફાઇલ ફોટો)

પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહની હાલત નાજુક છે અને બંનેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

 • Share this:
  ઉત્તર પ્રદેશ સરકારે ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની રાયબરેલીમાં થયેલા માર્ગ અકસ્માતની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ સોમવાર મોડી રાત્રે કરી છે.

  પ્રધાન ગૃહ સચિવ અરવિંદ કુમારે જણાવ્યું કે, સરકારે રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302,307, 506,120 હેઠળ નોંધાયેલી અપરાધ સંખ્યા 305/2019ની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ વિશે એક ઓફિશિયલ અનુરોધ ભારત સરકારને કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, ઉન્નાવ રેપ પીડિતા અકસ્માતઃ પ્રિયંકાએ યુપીના નેતાઓને આપ્યો આદેશ


  આ પહેલા, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓમ પ્રકાશ સિંહે કહ્યું હતું કે જો પીડિતાની માતા કે અન્ય કોઈ સગા-વહાલા અનુરોધ કરશે, તો રાજ્ય સરકાર રાયબરેલીમાં થયેલા આ દુર્ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવા માટે તૈયાર છે.

  પોલીસે પણ નોંધ્યો મામલો

  બીજી તરફ, રાજ્યની પોલીસે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની દુર્ઘટનાના મામલે તેના પરિવારની ફરિયાદ બાદ ભાજપ ધારાસભ્ય સેંગર અને નવ અન્ય લોકોની વિરુદ્ધ હત્યાનો એક મામલો નોંધ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, રવિવારે રાયબરેલીમાં એક તીવ્ર ઝડપી આવતી ટ્રકે એક કારને ટક્કર મારી દીધી હતી, જેમાં પીડિતા અને તેના સગા-વહાલાં તથા વકીલ સવાર હતા. આ ઘટનામાં પીડિતાના બે સગા-વહાલાના મોત થયા છે, જ્યારે પીડિતા તથા વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  આ પણ વાંચો, ભાલો લઈને ખતરનાક જંગલમાં પહોંચ્યા PM મોદી, જુઓ જોરદાર તસવીરો
  Published by:Mrunal Bhojak
  First published: