Video: કારમાં જતાં યુવકોએ મારી યુવતીને ટક્કર, યુવતી બની રણચંડી, કારમાંથી યુવકને ખેંચીને માર્યો જોરદાર માર

વાયરલ વીડિયો પરથી તસવીર

Uttar pradesh news: કારમાં જઈ રહેલા યુવકોએ યુવતીને ટક્કર મારી હતી. જેનાથી તે ગુસ્સે ભરાઈ હતી. અને આરોપી ડ્રાઈવરને કારમાંથી ખેંચીને નીચે પટક્યો હતો. બચાવન કરનાર ડ્રાઈવરના સાથીઓને પણ યુવતીએ માર્યો હતો.

  • Share this:
    લખનઉઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh news) રાજધાની લખનઉમાં રવિવારે એક વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી જાહેરમાં રસ્તા ઉપર એક યુવકને થપ્પડ મારતી (Girl beats boy) દેખાય છે. આ વીડિયો રાજધાનીના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં શનિવારે મોડી રાત્રે કારની ઠોકર લાગવાથી યુવતીએ રસ્તા વચ્ચેજ ડ્રાઈવરને જોરદાર માર્યો હતો. જેનાથી અવધ ચોકડી ઉપર ભીડ અને જામ લાગ્યો હતો. ચોકડી ઉપર હાજર પોલીસ કર્મચારીઓએ યુવતીના તેવજ જોઈને નજીક જવાની હિંમત ન થઈ.

    પોલીસ પ્રમાણે કારમાં જઈ રહેલા યુવકોએ યુવતીને ટક્કર મારી હતી. જેનાથી તે ગુસ્સે ભરાઈ હતી. અને આરોપી ડ્રાઈવરને કારમાંથી ખેંચીને નીચે પટક્યો હતો. બચાવન કરનાર ડ્રાઈવરના સાથીઓને પણ યુવતીએ માર્યો હતો.

    કોઈ સમજે તે પહેલા જ યુવતીએ યુવક ઉપર થપ્પડોનો વરસાદ કર્યો હતો. યુવતીની આ રણચંડી સ્વરૂપ જોઈને નજીકમાં ઊભેલો ટ્રાફિક જવાન પણ ત્યાં પહોંચ્યો હતો. તે વચ્ચે પડવાના બદલે તમોશો જ જોવા લાગ્યો હતો.

    આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

    આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

    આ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

    પોલીસ યુવતી અને માર ખાઈ રહેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ બે યુવકોને પણ જગત નારાયણ રોડ સ્થિત ઘરમાંથી પકડીને લાવ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે 151 અંતર્ગત ચલાન કરી દીધી હતી.

    પોલીસે જણાવ્યું કે યુવકોનું નામ શહાદ અલી, ઈનાયત અલી અને દાઉદ અલી છે. તેમને શાંતિ ભંગ કરવાનો દંડ ફટકાર્યો હતો. યુવતીની ભલામણ બાદ યુવકોને છોડવાવામાં આવ્યા હતા. ચાર રસ્તે જ યુવતીનુ રૌદ્ર સ્વરૂપની ઘટના ચર્ચાનો વિષય બની હતી.
    Published by:ankit patel
    First published: