ગાઝિયાબાદમાં બે બાળકોની હત્યા કરી દંપતી અને મહિલા બિઝનેસ પાર્ટનરે આઠમા માળેથી ઝંપલાવ્યું

News18 Gujarati
Updated: December 3, 2019, 3:45 PM IST
ગાઝિયાબાદમાં બે બાળકોની હત્યા કરી દંપતી અને મહિલા બિઝનેસ પાર્ટનરે આઠમા માળેથી ઝંપલાવ્યું
સૂઇ રહેલા બે બાળકોનું ગળી દબાવીને હત્યા કર્યા બાદ ત્રણ લોકોએ આઠમા માળેથી ઝંપલાવ્યું.

આઠમા માળેથી ઝંપલાવતાં પહેલા દીવાલ પર સુસાઇડ નોટ લખી, પાળેલા સસલાની પણ હત્યા કરી

  • Share this:
ગાઝિયાબાદ : દિલ્હીની પાસે આવેલા ગાઝિયાબાદ (Ghaziabad)ના ઈન્દિરાપુરમ (Indirapuram)ના વૈભવ ખંડ (Vaibhav Khand) સ્થિત એક સોસાયટીના એપાર્ટમેન્ટના આઠમા માળેથી દંપતી અને પતિની મહિલા બિઝનેસ પાર્ટનર નીચે કૂદી ગયા. તેમાં એમ મહિલા અને પુરુષનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે, જેનું સારવાર દરમિયાન મોત થયું. મળતી જાણકારી મુજબ, કૂદતાં પહેલા મૃતક પતિ અને પત્નીએ ઊંઘી રહેલા પોતાના બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. સાથોસાથ તેઓએ પોતાના ઘરમાં પાળેલા સસલાની પણ હત્યા કરી દીધી હતી.

આ ઘટના મંગળવાર સવારે પાંચ વાગ્યાની છે. એક સાથે ચાર લોકોના મોતની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને મામલામાં તપાસ ચાલુ કરી દીધી છે. પીલીસે ઘટના પાછળ પારિવારિક કંકાસ અને આર્થિક તંગીની આશંકા વ્યક્ત કરી છે.

ગાઝિયાબાદના એસએસપી સુધીર કુમારે જણાવ્યું કે, મામલો કૃષ્ણા અપરા સફાયરના ફ્લેટ નંબર A-805ની છે. અહીં રહેતા એક પુરુષ અને બે મહિલાઓએ આત્મહત્યા કરવાના ઈરાદે એપાર્ટમેન્ટના આઠમા માળેથી છલાંગ લગાવી દીધી. જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે એક મહિલાને ગંભીરે ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું..
દીવાલ પર લખેલી સુસાઇડ નોટ


એસએસપી સુધીર કુમારે વધુમાં જણાવ્યું કે, ફ્લેટ ખોલીને જોયું તો અંદર બે બાળકોના મૃતદેહ પડ્યા હતા. તેમાંથી એક છોકરો છે જેની ઉંમર લગભગ 12 વર્ષ છે જ્યારે અન્ય મૃતદેહ છોકરીનો છે જેની ઉંમર લગભગ 11 વર્ષ છે. ઘરની દીવાલ પર સુસાઇડ નોટ લખેલી છે. જેનાથી એ જાણી શકાય છે કે આર્થિક તંગીના કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આ પરિવાર એક મહિના પહેલાં જ અહીં રહેવા આવ્યો હતો. પરિવારે મૂળે દિલ્હીનો રહેવાસી છે. તેમના પરિજનોને જાણ કરી દેવામાં આવી છે. આગળની તપાસ ચાલી રહી છે.

વહેલી સવાર 5 વાગ્યાની ઘટના

સિક્યુરિટી ગાર્ડ એઝાઝ કરીમ ખાને જણાવ્યું કે, સવારે 5 વાગ્યાની ઘટના છે. અવાજ આવ્યો તો જઈને જોયું કે ત્રણ લોકો નીચે પટકાયેલાં હતા. આ તમામ લોકો A-805માં રહેતા હતા. તેણે કહ્યુ કે, પરિવારના લોકો શાંત સ્વભાવના હતા અને અન્ય લોકો સાથે વધુ વાતચીત નહોતા કરતા. ક્યારેય તેઓએ કોઈ ફરિયાદ પણ નથી કરી.

(ઇનપુટ : અમિત રાણા)

આ પણ વાંચો,

રાજસ્થાન : 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપી હત્યા
દુલ્હનના રૂમમાંથી 10 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરીને ગઠિયો રફુચક્કર!
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर