પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂર્વ MLAના સ્ટંટનો Live video, કારના બોનેટ ઉપર બેશી પહોંચ્યા રાહત સામગ્રી આપવા

ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાભ્યસનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ

former MLA stunt video viral: સૈયદરાજા વિધાનસભાના સપાના પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂનો એક વીડિયો જીલ્લામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાને ખેડૂતોના હિતેક્ષુક ગણાવનારા પૂર્વ ધારાસભ્ય પોતાની કારની બોનેટ ઉપર બેશીને પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્ટંટ કરતા દેખાયા છે.

  • Share this:
    ચંદોલીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) એક તરફ જનપદમાં આવેલા પૂરથી લોકો (flood in janpad) પરેશાન છે. તો બીજી તરફ પાણી કોઈના માટે મનોરંજનનું સાધન બની થયું છે. સપાના પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂનો એક  વાયરલ વીડિયો (former MLA stunt video viral) થઈ રહ્યો છે. જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં (Flood effected area) પોતાની કારના બોયનેટ ઉપર બેશીને સ્ટંટ કરતા જોઈ રહ્યા છે. ધાનના કટોરાના ખેડૂતોની ધાનનો પાક બર્બાદ થઈ રહ્યો છે. ત્યારે પોતાના ખેડૂતોને હિતૈષી કરનાર પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ (MLA video viral) થયો છે. જેમાં તેને કારના બોનેટ ઉપર ચઢીને રાહત સામગ્ર લઈને પહોંચ્યા હતા. પોતે ટ્રક ઉપર ચઢીને લોકોને રાહત સામગ્રી વહેંચતા દેખાઈ રહ્યા છે.

    સૈયદરાજા વિધાનસભાના સપાના પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂનો એક વીડિયો જીલ્લામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાને ખેડૂતોના હિતેક્ષુક ગણાવનારા પૂર્વ ધારાસભ્ય પોતાની કારની બોનેટ ઉપર બેશીને પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્ટંટ કરતા દેખાયા છે.

    આગળ પૂર્વ ધારાસભ્યની ગાડી ચાલી રહી છે અને પાછળ તેમનો કાફલો આવતો દેખાય છે. પૂર્વ ધારાસભ્યનો આ વીડિયો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કોઈ નવો મામલો નથી કે પૂર્વ ધારાસભ્યો ચર્ચાનો વિષય બન્યા હોય. આ પહેલા પણ પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂ પોતાના અલ્લડપનના કારણે છવાયેલા હતા.

    તમને જણાવી દઈએ કે પોતાના ધારાસભ્ય કાર્યકાળમાં મનોજ સિંહ ડબલૂ છાસવારે ખેતી કરતા જોવા મળ્યા હતા. ક્યારેક ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડતા દેખાયા હતા તો તક્યારે ધાનની વાવણી કરતા પણ ધારાસભ્ય દેખાયા હતા. તેઓ ખેડૂત પુત્ર કહેવડાવવામાં કોઈ કસર છોડતા નથી.



    વર્ષ 2012માં સૌયદરાજા વિધાનસભાના પૂર્વાંચલની હોટ સીટનું નામ મળ્યું હતું. જેના ઉપર આખા પ્રદેશની નજર અટકેલી હતી. કારણ કે સૈયદરાજા વિધાનસભા સીટ ઉપર પૂર્વચલના બાહુબલી બૃજેશ સિંહ સામે સપાની સીટ ઉપરથી મનોજ સિંહ ડબલુ ચૂંટણીના મેદાન ઉપર ઉતર્યા હતા. આ ચૂંટણીમાં બૃજેશ સિંહને હરાવ્યા બાદ મનોજ સિંહ ડબલૂ સમાચારોમાં છવાયા હતા.

    આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

    આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

    ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
    Published by:ankit patel
    First published: