અખિલેશે જાહેર કર્યો સપા-બસપા ગઠબંધનનો લોગો, નામ આપ્યું 'સાથી'

News18 Gujarati
Updated: March 20, 2019, 7:31 AM IST
અખિલેશે જાહેર કર્યો સપા-બસપા ગઠબંધનનો લોગો, નામ આપ્યું 'સાથી'

  • Share this:
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનનો નવો લોગો ટ્વીટ કર્યો છે. અખિલેશ યાદવે નવા લોગોના રૂપમાં સાથી શબ્દનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેઓએ લોગોની સાથે લખ્યું કે આ રચનાત્મકતા રચનાકારની રચના અને વિચારથી પ્રભાવિત છે. અખિલેશ યાદવનું આ ટ્વીટ મહારાષ્ટ્રમાં તમામ 48 લોકસભા સીટ પર સપા-બસપાની સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત બાદ આવ્યો છે.

નવા લોગોમાં સાઇકલ અને હાથીને દર્શાવવામાં આવ્યા છે. લોગોમાં બંને પાર્ટીના સિમ્બોલ અને રંગનું ખાસ ધ્યાન રખાયું છે. મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા સીટ પર બસપા અને સપા પોતાના ઉમેદવારો ઉતારશે. બસપા-સપાએ મંગળવારે મુંબઇમાં તેની જાહેરાત કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ સપા-બસપાનું ગઠબંધન પ્રદેશની તમામ 48 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. બંને દળની નીતિ સ્પષ્ટ થઇ ગઇ છે કે ઉત્તરપ્રદેશની જેમ જ મહારાષ્ટ્રમાં પણ સપા-બસપા કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.

અહીં ક્લિક કરી વાંચોઃ પતિ ત્રણ મહિલાઓ સાથે પી રહ્યો હતો દારૂ, પત્ની વિફરી અને...

સપા ધારાસભ્ય અબુ આસિમ આઝમીએ કહ્યું કે બંને પાર્ટી મળીને 85-90 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં સપા-બસપાનું ગઠબંધન ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસને હરાવશે.
First published: March 19, 2019, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading