સંઘ હવે ફૌજી તૈયાર કરશે, આવતા વર્ષે પહેલી આર્મી સ્કૂલનો પ્રારંભ - રિપોર્ટ

News18 Gujarati
Updated: July 29, 2019, 3:38 PM IST
સંઘ હવે ફૌજી તૈયાર કરશે, આવતા વર્ષે પહેલી આર્મી સ્કૂલનો પ્રારંભ - રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર

રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિરમાં સૈનિકોના બાળકો માટે સીટો રિઝર્વ રખાશે

  • Share this:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આવતા વર્ષે એપ્રિલમાં એક આર્મી સ્કૂલ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સ્કૂલમાં બાળકોને સેનામાં અધિારી બનવામાટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ સ્કૂલને ચલાવવાની જવાબદારી આરએસએસની એજ્યુકેશન વિંગ વિદ્યા ભારતના હાથમાં હશે. ઇકોનોમિક ટાઇમ્સના રિર્પોટ મુજબ, આરએસએસના સરસંઘચાલક રાજેન્દ્રસિંહ ઉર્ફ રજ્જૂ ભૈયાના નામ પર તેનું નામ રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિર રાખવામાં આવશે. સ્કૂલની સ્થાપના ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના શિકારપુરમાં કરવામાં આવશે. આ સ્થળે 1922માં રજ્જૂ ભૈયાનો જન્મ થયો હતો.

સીબીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ

રિપોર્ટ મુજબ, સ્કૂલનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. તે એક નિવાસી સ્કૂલ છે એટલે અહીં બાળકો માટે હોસ્ટેલની પણ સુવિધા હશે. આવતા વર્ષે એપ્રિલમાં અભ્યાસ શરૂ થઈ જશ. તેમાં સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમને ભણાવવામાં આવશે જ્યાં ધોરણ 6થી 12 સુધીના સ્ટુડન્ટ ભણશે.

આ પણ વાંચો, 'જય શ્રીરામ' ન કહેતા યુવકને સળગાવ્યો, પોલીસે કહ્યું- પીડિતનું નિવેદન વિરાધાભાસી

સૈનિકોના બાળકો માટે સીટો રિઝર્વ

અખબારના અહેવાલ મુજબ વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સંયોજક અજય ગોયલના હવાલાથી જણાવ્યું કે આ સંઘનો પહેલો પ્રયોગ છે અને જો તે સફળ રહ્યો તો આવનારા વર્ષોમાં દેશના બીજા ભાગોમાં પણ સ્કૂલો શરૂ કરવામાં આવશે. એડમિશનની પ્રક્રિયા આગામી મહિને શરૂ થઈ જશે. સૌથી પહેલા ધોરણ-6 માટે 160 બાળકોને એડમિશન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 56 સીટો શહીદ સૈનિકોના બાળકો માટે રિઝર્વ રહેશે.આ પણ વાંચો, Man Vs Wild ટીવી શોમાં જોવા મળશે PM મોદી, જંગલોના ખતરાનો સામનો કરશે

40 કરોડનો ખર્ચો

કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલના નિર્માણમાં લગભગ 40 કરોડનો ખર્ચ થશે. સંઘને આ જમીન એક પૂર્વ સૈનિક અને ખેડૂત રાજપલ સિંહે દાન આપી હતી. સ્કૂલમાં અભ્યાસ માટે ત્રણ માળની બિલ્ડિંગ હશે, ત્રણ માળની એક હોસ્ટેલ હશે, એક ડિસ્પેન્સરી, સ્ટાફ માટે ક્વાર્ટર અને એક વિશાળ સ્ટેડિયમ હશે.

આ પણ વાંચો, નશામાં ધૂત યુવકે દાંતથી સાપના કર્યા ટુકડા, હાલત ગંભીર
First published: July 29, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading