Home /News /national-international /VIDEO: 55 પ્રકારના ખાસ મસાલામાંથી બનીને તૈયાર થાય છે આ ચિકન બિરયાની, જાણો તેને બનાવવાની રેસિપી

VIDEO: 55 પ્રકારના ખાસ મસાલામાંથી બનીને તૈયાર થાય છે આ ચિકન બિરયાની, જાણો તેને બનાવવાની રેસિપી

chicken biryani

અજીબ પ્રકારની ચિકન બિરયાનીની ગોમતીનગર સ્થિત બ્રાન્ચ પર તો તેમણે તેને બનાવાની પ્રક્રિયા બતાવી. પ્રક્રિયાની એટલી સ્વાદિષ્ટ લાગી રહી છે કે કોઈ પણ તેને ખાવાથી પોતાની જાતને રોકી શકશે નહીં.

  • Local18
  • Last Updated :
  • Lucknow, India
રિપોર્ટ-અંજલિ સિંહ રાજપૂત

લખનઉ: આપે બિરયાની તો બહું ખાધી હશે, પણ લખનઉની ખ્યાતનામ ચિકન બિરયાની તમામ બિરયાની પર ભારે પડી છે. આ બિરયાનીનો સ્વાદ 1955થી યથાવત છે. લખનઉ આવતા પર્યટકો તેને ખાવાનું ભૂલતા નથી. આખરે આ ચિકન બિરયાની આટલી પ્રખ્યાત કેમ છે અને તેના સ્વાદનો જાદૂ કેમ આટલો ફેલાયેલ છે, તો આવો આજે અમે આપને તેને બનાવાની રીત જણાવીએ.

આ પણ વાંચો: PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

અજીબ પ્રકારની ચિકન બિરયાનીની ગોમતીનગર સ્થિત બ્રાન્ચ પર તો તેમણે તેને બનાવાની પ્રક્રિયા બતાવી. પ્રક્રિયાની એટલી સ્વાદિષ્ટ લાગી રહી છે કે કોઈ પણ તેને ખાવાથી પોતાની જાતને રોકી શકશે નહીં. સૌથી પહેલા મોટા તપેલામાં રિફાઈંડ લેવામાં આવે છે. રિફાઈંડમાં આખા મસાલા, ડુંગળી અને આદૂ-લસણની પેસ્ટ નાખવામાં આવે છે. બાદમાં દહી અને મીઠા સાથે ખાસ પ્રકારના 55 પ્રકારના મસાલા અને લાલ મરચાનો પાઉડર નાખીને બિરયાનીની ગ્રેવીને ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવી છે.
" isDesktop="true" id="1357466" >

ત્યાર બાદ તેમાં ચિકન નાખવામાં આવે છે અને ચિકનને લગભગ 15થી 20 મીનિટ પકાવાનું છે. બીજી તરફ ચોખા પકવવા માટે મોટા તપેલામાં પાણીને ગરમ કરવામાં આવે છે. તેમાં મસાલા નાખવામાં આવે છે અને મીઠુ નાખીને થોડી વાર માટે છોડી મુકો. બાદમાં તેને પાણીમાં કેવડા અને મીઠુ પાણી ભેળવવામાં આવે છે. ત્યાર બાગ ગ્રેવીમાંથી ચિકનને અલગ કરી લે છે અને તેને થોડી વાર ઠંડુ થવા માટે છોડી દે છે. ત્યાર બાદ લાલ કપડાથી તેને ગાળી લેવામાં આવે છે. તેમાં ચાર પેકેટ દૂધ નાખવામાં આવે છે.

આ પણ વાંચો: VIDEO: આ ખેડૂતે વિચિત્ર જાતના સંતરાનું વાવેતર કર્યું, જેટલા ખાવા હોય તેટલા ફ્રીમાં લઈ જાવ

તપેલામાં ચિકન નાખવામાં આવે છે


ફરી એક વાર મોટા તપેલામાં ચિકન નાખવામાં આવે છે. ચિકનમાં મસાલા ભેળવવામાં આવે છે. તેની અંદર સિક્રેટ મસાલા નાખવામાં આવે છે, જે 55 પ્રકારના હોય છે, જે ફક્ત તેમને જ ત્યાં જ જાતે બનાવામાં આવે છે. ત્યાર બાદ ચોખાને ગરમ પાણીથી બહાર કાઢીને તેમાંથી ગાળી લેવામાં આવે છે. ત્યાર બાદ ચિકનમાં ચોખાને સારી રીતે ભેળવીને તેના પર ભીની હળદરને રંગ તરીકે ઉપયોગ કરે છે. તેને ઉપરથી નાખવામાં આવે છે. લગભગ 10થી 15 મીનિટની અંદર ખાસ પ્રકારની ખ્યાતનામ બિરયાની બનીને તૈયાર થાય છે. બાદમાં તેને હળવી વરાળ બહાર કાઢી લે છે. તેને કિચન સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાંથી બિરયાની ગ્રાહકોની પ્લેટ સુધી પહોંચાડે છે.
First published:

Tags: Biryani, Uttar Pardesh News

विज्ञापन