નવી દિલ્હી. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. દિલ્હીમાં ગત થોડા દિવસોથી કોરોના વાયરસ સંક્રમણના કેસ 20 હજારથી નીચે આવી રહ્યા છે, પરંતુ સ્થિતિ કાબૂમાં આવવામાં સમય લાગશે. કંઈક આવું જ દિલ્હીની નજીક આવેલા ગાજિયાબાદ, નોઇડા ઉપરાંત ગુરુગ્રામ અને ફરિયાબાદમાં પણ સ્થિતિ છે. આ દરમિયાન દિલ્હી (Delhi) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની સરકારોએ લૉકડાઉન (Lockdown) 17 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાદ હરિયાણા પણ રવિવાર સાંજ સુધીમાં આગામી સપ્તાહ સુધી લૉકડાઉન વધારવા અંગે નિર્ણય લઈ શકે છે.
કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા હોવા છતાંય દેશની રાજધાની દિલ્હીમાં સ્થિતિ હજુ કાબૂમાં આવી નથી. સામાન્ય જનતા ઉપરાંત કારોબારીઓ અને વેપારીઓએ પણ કહ્યું હતું કે કોરોના સંક્રમણને રોકવા માટે દિલ્હીમાં સંપૂર્ણ લૉકડાઉન કડકાઈ સાથે લાગુ કરવું જરૂરી છે. જોકે દિલ્હીમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત બે સપ્તાહમાં જ્યાં સંક્રમણ દર 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ એક્સપર્ટ્સનો દાવો છે કે સતર્કતાનું આ જ સ્તર રહ્યું તો સંક્રમણ દર 10 ટકા સુધી પહોંચી શકે છે. તેમ છતાંય સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લૉકડાઉન લંબાવવું જરૂરી હતું. આ જ કારણ છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે લૉકડાઉન 17 મે સુધી લંબાવી દીધું છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર વીકેન્ડ કોરોના કર્યૂે (Weekend Corona Curfew)ને 17 મેની સવારે 7 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દરેક પ્રકારની પ્રતિબંધો લાગુ રહેશે. આવશ્યક સેવાઓને છૂટ મળતી રહેશે. મૂળે, પંચાયત ચૂંટણી પૂર્ણ થયા બાદ સંક્રમણના વધેલા ખતરાને જોતાં યોગી આદિત્યનાથ સરકારે આ પગલા ભર્યા છે.
નોંધનીય છે કે, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,092 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે. બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 83 લાખ 17 હજાર 404 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,86,444 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,36,648 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,42,362 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર