Home /News /national-international /UP election: કોંગ્રેસે ઉતાર્યા 30 સ્ટાર પ્રચારક, ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્થાન, વાંચી લો યાદી

UP election: કોંગ્રેસે ઉતાર્યા 30 સ્ટાર પ્રચારક, ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્થાન, વાંચી લો યાદી

હાર્દિક પટેલ ફાઈલ તસવીર

Utta pradesh election 30 star campaigners: ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંગ્રામમાં (uttar pradesh essambly election 2022) ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકની (hardik patel star campaigners) યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
Uttar pradesh election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે 30 સ્ટાર પ્રચારકોની યાદી (Congress releases a list of 30 star campaigners) જાહેર કરી છે તેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો (hardik patel) પણ સમાવેશ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંગ્રામમાં ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકની (hardik patel star campaigners) યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો સૌથી ફેમસ ચહેરો છે અને પાટીદાન આંદોલન બાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (Former Prime Minister Manmohan Singh), કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચને 30 સ્ટાર પ્રચારકોની યાદી સોંપી છે. આ લિસ્ટમાં મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ સામેલ છે.



ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવામાં આવેલા પત્રમાં, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોનું નામ આપ્યું છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે,‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નીચેના નેતાઓ, જેઓ 10 ફેબ્રુઆરી 2022ના રોજ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 77(1) અનુસાર પ્રચાર કરશે.’

આ પણ વાંચોઃ-Mahisagar: ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત

ગુલામ નબી આઝાદ કોંગ્રેસના 23 અગ્રણી નેતાઓમાંના એક છે જેમણે ઓગસ્ટ 2020માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે જ્યારે મતગણતરી 10 માર્ચે થશે.

આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહને પણ સ્ટાર પ્રચારક તરીકે સામેલ કર્યા નથી. કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી તત્કાલીન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને સોંપી હતી. કોંગ્રેસે સિંધિયાને 39 સીટો પર પ્રચારની જવાબદારી સોંપી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશના નેતાઓમાં વિશ્વાસ દર્શાવ્યો નથી અને સ્ટાર પ્રચારકમાં કોઈ નેતાનો સમાવેશ કર્યો નથી.
First published:

Tags: Patidar Leader Hardik Patel, Uttar Pradesh elections, ગુજરાત કોંગ્રેસ