Home /News /national-international /

UP Elections Opinion Poll: ઉત્તર પ્રદેશમાં કોની બનશે સરકાર, જાણો શું કહે છે ઓપિનિયન પોલના પરિણામ?

UP Elections Opinion Poll: ઉત્તર પ્રદેશમાં કોની બનશે સરકાર, જાણો શું કહે છે ઓપિનિયન પોલના પરિણામ?

ઉત્તર પ્રદેશ તે રાજ્ય છે જ્યાંથી દિલ્હીનો રસ્તો જાય છે

Uttar Pradesh Assembly Elections 2022 - અલગ-અલગ સર્વે એજન્સીઓ અને મીડિયા સંસ્થાનો તરફથી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને કરાવેલા ઓપિનિયન પોલના (UP Elections Opinion Poll)પરિણામ આવી ગયા છે

    લખનઉ : દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) થવાની છે પણ સૌથી વધારે નજર ઉત્તર પ્રદેશ પર રહેલી છે. ઉત્તર પ્રદેશ તે રાજ્ય છે જ્યાંથી દિલ્હીનો રસ્તો જાય છે. આ જ કારણે યૂપી વિધાનસભાને ચૂંટણીનું મિની લોકસભા ઇલેક્શન પણ કહેવાય છે. આ બધાની વચ્ચે અલગ-અલગ સર્વે એજન્સીઓ અને મીડિયા સંસ્થાનો તરફથી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને (Uttar Pradesh Assembly Elections 2022) લઇને કરાવેલા ઓપિનિયન પોલના (UP Elections Opinion Poll)પરિણામ આવી ગયા છે. ડીબી લાઇવ (ભાજપા 144થી 152 સીટ) ને છોડી દેવામાં આવે તો બધી પ્રમુખ એજન્સીઓએ બીજેપીને 200થી વધારે સીટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. પોલ ઓફ પોલ્સમાં પણ ભાજપાને 221થી 231 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બીજા નંબરે રહેશે. બહુજન સમાજ પાર્ટી ત્રીજા અને કોંગ્રેસ ચોથા સ્થાને રહી શકે છે.

    સૌથી પહેલા વાત કરીએ પોલ ઓફ પોલ્સની. જેમાં ઉત્તર પ્રદેશમાં સત્તામાં રહેલી બીજેપીને 221થી 231 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આ સાચું સાબિત થયું તો 403 વિધાનસભા સીટો વાળા ઉત્તર પ્રદેશમાં ભાજપાને પૂર્ણ બહુમત મળી જશે. સમાજવાદી પાર્ટીને 147થી 157 સીટો આવવાની વાત કહી છે. બસપાને 7 થી 13 સીટો અને કોંગ્રેસને 5 થી 9 સીટો મળી શકે છે.

    આ પણ વાંચો - Assembly Elections 2022: નામ લખાવો અને 300 યૂનિટ વીજળી મફત મેળવો, ચૂંટણી પહેલા અખિલેશ યાદવનો મોટો દાવ!

    C Voter અને ઇન્ડિયા ટીવીના આંકડા

    C Voter ના સર્વેમાં ભાજપાને 223થી 235 સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે સપાને 145થી 157 સીટો મળવાની સંભાવના છે. બસપા અને કોંગ્રેસને અનુક્રમે 8 થી 16 અને 3 થી 7 સીટો મળવાની વાત કહી છે. ઇન્ડિયા ટીવીના ઓપિનિયલ પોલ પ્રમાણે બીજેપીને 230થી 235 સીટો, જ્યારે સપાને 160થી 165 સીટો મળી શકે છે. બસપાને 1 થી 5 અને કોંગ્રેસને 3 થી 7 સીટો મળવાની સંભાવના છે.

    રિપબ્લિક-P MARQ અને DB Live

    રિપબ્લિક-પી માર્ક ના ઓપિનિયન પોલમાં બીજેપીને 252થી 272 સીટો મળવાનો અંદાજ છે. આ સર્વેમાં સપાને 111થી 130 સીટો મળવાની વાત કહી છે. બસપાને 8 થી 16 અને કોંગ્રેસને 3 થી 9 સીટો મળી શકે છે. DB લાઇવના સર્વેમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનતી બતાવી છે. ડીબી લાઇવના ઓપિનિયન પોલમાં સપાને 203થી 211 સીટો મળવાની સંભાવના છે. ભાજપાને 144થી 152 સીટો પર સંતોષ કરવો પડી શકે છે. બસપાને 12 થી 20 અને કોંગ્રેસને 19થી 27 સીટો મળવાની સંભાવના છે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022

    આગામી સમાચાર