ગોરખપુર : યૂપી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections 2022) ગોરખપુર સદર સીટથી (Gorakhpur Sadar Seat)નામાંકન ભર્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શુક્રવારે પોતાનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ ન્યૂઝ 18 ઇન્ડિયાને આપ્યો હતો. Network18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath Interview)પોતાના ચર્ચિત ગરમી શાંત કરી દઇશું વાળા નિવેદનનો સંદર્ભ જણાવ્યો અને તે વારે ઘડીએ તેની ચર્ચા કેમ કરી રહ્યા છે તેનો ખુલાસો પણ કર્યો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન ન્યૂઝ 18ના એક સવાલના જવાબમાં સીએમ યોગી આદિત્યનાથે ગરમી ઉતારનારા ચર્ચિત નિવેદન પર પોતાનો પક્ષ રાખ્યો હતો અને જણાવ્યું કે યૂપીના કયા લોકો માટે તે તેનો વારેઘડીએ ઉલ્લેખ કરી રહ્યા છે. ગરમી ઉતારી શિમલા બના દેગેં વાળા નિવેદન પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આમાં ખરાબ વાત શું છે. શું કેરાનાના વેપારીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. શું પશ્ચિમી યૂપીની બેટીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. સીએમ યોગીએ કહ્યું કે બીજેપી સરકારે સુરક્ષાનું જે વાતાવરણ આપ્યું છે આ કાર્યને માતાઓ અને બહેનોએ હાથો હાથ લીધા છે. જે લોકો પહેલા પલાયન માટે જવાબદાર હતા, આપરાધિક દુનિયામાં પોતાને શહેનશાહ માનતા હતા તે સાડા ચાર વર્ષ સુધી બિલોમાં સંતાઇ ગયા હતા. સીએમ યોગીએ પોતાનું નિવેદન ફરી દોહરાવતા કહ્યું કે 10 માર્ચ પછી ગરમી શાંત થઇ જશે.
સીએમ યોગીએ કહ્યું કે જેવી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી ત્યારે એક પાર્ટી વિશેષે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા તો તે મતદાતાઓ, વેપારીઓ, ગરીબો, કિસાનોને ધમકાવવા લાગ્યા. દીકરીઓની સુરક્ષા માટે ખતરા બનવા લાગ્યા તો પ્રદેશના એક જવાબદાર વ્યક્તિના નાતે મારી ફરજ બને છે કે તેમની ધમકીનો જવાબ કાયદાથી આપું જે ગરમી 10 માર્ચ પછી શાંત થઇ જશે. આપણે જોઈશું કે 10 માર્ચ પછી શું થશે.
ગોરખપુરથી ચૂંટણી લડવાના સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે પાર્ટીએ મને પૂછ્યું હતું અને મેં પાર્ટીની ઉપર નિર્ણય છોડ્યો હતો. બીજેપી એક લોકતાંત્રિક પાર્ટી છે અને હું આભારી છું પીએમ મોદી અને સંસદીય બોર્ડનો, જેમણે મને ગોરખપુરથી ચૂંટણી લડવા માટે મંજૂરી આપી અને આજે મેં પોતાનું નામાંકન દાખલ કર્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર