Home /News /national-international /

UP Election: સાતમાં તબક્કાનો પ્રચાર થમ્યો, અમિત શાહનો દાવો- યૂપીમાં ફરી બનશે BJP ની સરકાર

UP Election: સાતમાં તબક્કાનો પ્રચાર થમ્યો, અમિત શાહનો દાવો- યૂપીમાં ફરી બનશે BJP ની સરકાર

અમિત શાહે કહ્યું -ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થામાં ઘણું મોટું પરિવર્તન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આવ્યું છે

Uttar Pradesh Elections 2022 - ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું - અમે યૂપીની સાથે ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવવા જઈ રહ્યા છે. જ્યારે પંજાબમાં અમે પોતાની સ્થિતિને ઘણી શાનદાર બનાવીશું

    લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (Uttar Pradesh Elections 2022) અંતિમ અને સાતમાં તબક્કા માટે પ્રચાર અભિયાન ખતમ થઇ ગયું છે. આ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah)દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)ઘણી મજબૂતી સાથે ભાજપા (BJP)ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે.

    અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થામાં ઘણું મોટું પરિવર્તન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આવ્યું છે. પ્રદેશમાં બધા પ્રકારના અપરાધિક ઘટનાઓમાં 30 થી 70 ટકા સુધી ઘટાડો થયો છે. સાથે કહ્યું કે માફિયા જેલમાં બંધ છે. જ્યારે મહિલાઓ અને બાળકો પોતાને સુરક્ષિત અનુભવ કરે છે.

    યૂપીની સાથે ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ ફરી બનશે બીજેપી સરકાર

    કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે અમે યૂપીની સાથે ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવવા જઈ રહ્યા છે. જ્યારે પંજાબમાં અમે પોતાની સ્થિતિને ઘણી શાનદાર બનાવીશું. અમે પ્રથમ વખત પંજાબમાં ગઠબંધનની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ચૂંટણી લડી છે.

    જેપી નડ્ડાએ કરી આ વાત

    ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમને ચૂંટણી પ્રચારથી લાગે છે કે ચાર રાજ્યો (ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર)માં જ્યાં અમે સરકારમાં હતા ત્યાંની જનતાએ અમને ફરીથી ચૂંટવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો - UP Assembly Election 2022: કાશીમાં પીએમ મોદીનો રોડ શો, બાબા વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, ડમરુ પણ વગાડ્યું, જુઓ Video

    યૂપી વિધાનસભાની 403 સીટો પર આ વખતે સાત તબક્કામાં મતદાનનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. અત્યાર સુધી 6 તબક્કામાં મતદાન થયું છે. આ દરમિયાન 349 સીટો પર વોટિંગ થયું છે. સાતમાં તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. આ દરમિયાન 9 જિલ્લાની 54 વિધાનસભા સીટો પર મતદાન થશે.

    વારાણસીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું- યુક્રેન મુદ્દા ઉપર પણ વિપક્ષ કરી રહ્યું છે રાજનીતિ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં (pm modi varanasi rally)એક ચૂંટણી (up election 2022) રેલીમાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા તેમના પર રાષ્ટ્રીય સંકટના સમયે રાજનીતિક લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ (pm Narendra Modi)કહ્યું કે આપણા ગામની એક શક્તિ એ પણ છે કે જ્યારે સંકટ આવે છે ત્યારે બધા મતભેદો ભૂલીને એકજુટ થઇ જાય છે. જોકે દેશ સામે કોઇ પડકાર આવે તો આ ઘોર પરિવારવાદી તેમાં પણ રાજનીતિક લાભ શોધે છે. ભારતના લોકો અને સેના સંકટ સામે લડે છે તો આ લોકો તેમાં પણ પરેશાનીઓને વધારવામાં જે પણ કરી શકે છે તેને પુરી તાકાતથી કરતા રહે છે. આ આપણે કોરોના દરમિયાન પણ જોયું અને આજે યુક્રેન સંકટના (ukraine issue)સમયે પણ જોઈ રહ્યા છીએ. નિરંતર વિરોધ, અંધ વિરોધ, નિરાશા અને નકારાત્મકતા તેમની રાજનીતિક વિચારધારા બની ગઈ છે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Amit shah, Assembly elections 2022, Elections 2022, UP Elections 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन